Infinix HOT10 ભારતમાં થયો લોન્ચ, 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદો ધાંસૂ સ્માર્ટફોન
પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ Infinix આ તહેવારની સીઝનમાં પોતાના હોટ સીરીઝના સૌથી દમદાર સ્માર્ટફોન હોટ 10ને લોન્ચ કરી દીધો છે. ગ્રાહકો માટે 16 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન આ માત્ર 9999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબધ થશે.
નવી દિલ્હી: પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ Infinix આ તહેવારની સીઝનમાં પોતાના હોટ સીરીઝના સૌથી દમદાર સ્માર્ટફોન હોટ 10ને લોન્ચ કરી દીધો છે. ગ્રાહકો માટે 16 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન આ માત્ર 9999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબધ થશે.
HOT10 સ્માર્ટફોન પોતાની હોટ સીરીઝનો સૌથી એડવાન્સ, લેટેસ્ટ ડિઝાઇન, શક્તિશાળી ચિપસેટથી સજ્જ છે. જે ગ્રાહકોને નેક્સ્ટ લેવલ સ્માર્ટ અનુભવ પુરો પાડશે. આ ચાર આકર્ષક રંગ ઓશન વેવ, એમ્બર રેડ, ઓબ્સીડિયન બ્લેક અને મૂનલાઇટ ઝેડ રૂપમાં ઉપલબ્ધ થશે.
હોટ10 6GB DDR4 રેમ/128GB ROM સાથે અલ્ટ્રા-શક્તિશાળી MediaTek Helio G70 ઓક્ટા-કોર પ્રોસેસરથી સજ્જ છે. ઇનફિનિક્સ હોટ 10માં 6.78 ઇંચ 1640 x 720 પિક્સલ એચડી+ એલસીડી આઇપીએસ આ-સેલ ડિસ્પ્લે છે. ફોન એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. ઇનફિનિક્સના આ સ્માર્ટફોનમાં 6GB રેમ તથા 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. સ્ટોરેજની માઇક્રોએસડી કાર્ડ દ્રારા 256GB સુધી વધારી શકાય છે.
HOT 10 માં મલ્ટીફંક્શનલ ફિંગરપ્રિંટ સેન્સર અને ફેસ અનલોક ફીચર પણ છે જે 0.3 સેકન્ડમાં ફોનને અનલોક કરી દે છે. ઇનફિનિક્સ હોટ 10ને પાવર આપવા માટે 5200mAh બેટરી આપવામાં આવી છે. ઇનફિનિક્સ આ બજેટ સ્માર્ટફોનમાં પાછળની માફક ચાર કેમેરા આપવામાં આવે છે. તેમાં 16 મેગાપિક્સલના મેન સેન્સરની સાથે 2 મેગાપિક્સલના બે સેન્સર અને એક AI લેન્સ સામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube