Instagram હવે દર મહિને વસૂલશે આટલાં રૂપિયા! આ વાંચી લેજો નહીં તો વીડિયો બનાવવામાં ખિસ્સા થઈ જશે ખાલી!
ફેસબુક તમારા ડેટામાંથી સૌથી વધુ રૂપિયા કમાય છે. કારણ કે કંપનીની કમાઈનો મોટો ભાગ વિજ્ઞાપનથી આવે છે. કંપનીને વિજ્ઞાપન યુઝર ડેટા અને રીચના આધાર પર મળે છે. એટલે કે તમારા ડેટા અને આપણે કારણે ફેસબુક કમાણી કરે છે. જો કે તેમ છતાં કંપની રૂપિયા માગવાની તૈયારીમાં છે. તેની શરૂઆત ઈન્સ્ટાગ્રામથી થઈ રહી છે.
નવી દિલ્હીઃ ફેસબુક તમારા ડેટામાંથી સૌથી વધુ રૂપિયા કમાય છે. કારણ કે કંપનીની કમાઈનો મોટો ભાગ વિજ્ઞાપનથી આવે છે. કંપનીને વિજ્ઞાપન યુઝર ડેટા અને રીચના આધાર પર મળે છે. એટલે કે તમારા ડેટા અને આપણે કારણે ફેસબુક કમાણી કરે છે. જો કે તેમ છતાં કંપની રૂપિયા માગવાની તૈયારીમાં છે. તેની શરૂઆત ઈન્સ્ટાગ્રામથી થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ એક નવા સબ્સ્ક્રિપ્શન ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર અંતર્ગત કનટેન્ટ એક્સેસ કરવા માટે યુઝરે દર મહિને 89 રૂપિયા આપવા પડશે. કંપનીની દલીલ એ છે કે આથી ઈન્સ્ટાગ્રામ ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સને ફાયદો મળશે. જો કે આ અર્ધ સત્ય છે.
ટેક ક્રંચની એક રિપોર્ટ મુજબ એપલ સ્ટોરની લિસ્ટિંગમાં ઈન-એપ પર્ચેઝ જોવા મળે છે. આના માટે ઈન્સ્ટાગ્રામ સબ્ક્રિપ્શન કેટેગરી પણ તૈયાર કરવામાં આવી છે. હાલ માટે દર મહિને 89 રૂપિયા ચાર્જ જોવા મળે છે. જો કે જ્યારે યુઝર માટે આ ફીચર આવશે તો તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. હાલ તો આ ફીચરનું ફાઈનલ રોલ આઉટ નથી કરવામાં આવ્યું.
ટિપ્સ્ટર Aleesandro Paluzziએ ઈન્સ્ટાગ્રામ સબ્સ્ક્રિપ્શનને લઈ કેટલાક ટ્વીટ્સ કર્યા છે. તેમણે કહ્યું કે ઈન્સ્ટાગ્રામ સબ્સ્ક્રિપ્શન બટનનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે, જે ક્રિએટર્સની ફ્રોફાઈલ પર જોવા મળશે. જો તમારે તમારા પસંદગીના ક્રિએટર્સના કન્ટેન્ટ જોવા છે તો તેના માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. જો કે ક્રિએટર્સના તમામ કન્ટેન્ટ માટે નહીં હોય. લગભગ કંપની લિમિટેડ અને ખાસ કન્ટેન્ટ માટે આ સબ્સ્ક્રિપ્શન રાખશે. જો તમે 89 રૂપિયાનું સબ્સ્ક્રિપ્શન લઈ લીધું છે તો તમને એક બેજ મળશે. જ્યારે પણ તમે કમેન્ટ કરશો અથવા મેસેજ કરતો તો આ બેજ તમારા યુઝરનેમ સામે દેખાશે. તેવામાં તે ક્રિએટર સમજી શક્શે કે તમે રૂપિયા આપ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે કન્ટેન્ટ ક્રિએટર્સને પણ આ ઓપશન મળશે કે તેઓ પોતાનો સબ્સ્ક્રિપશન ચાર્ચ નક્કી કરી શકે. ક્રિએટર્સને દર્શાવવામાં આવશે કે તેમની કેટલી કમાણી થઈ રહી છે અને ક્યારે મેમ્બરશિપ એક્સપાયર થઈ રહી છે. હવે ખાસ તો જોવાનું એ રહ્યું કે આમાં કંપની કેટલા પૈસા કાપે છે. કારણ કે સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઈન્સ્ટાગ્રામ અથવા કોઈ પણ પ્લેટફોર્મ પર મોનેટાઈઝેશન દરમિયાન કેટલાક રૂપિયા કંપનીઓ કાપી લે છે. મહત્વનું છે કે માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે પણ Twitter Blue અને Super Follow ફીચરની શરૂઆત કરી છે. આ અંતર્ગત યુઝર્સને કોઈ પણ એકાઉન્ટના ખાસ કન્ટેન્ટ એક્સેસ કરવા માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.