નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ પર સમયે-સમયે નવા ફીચર્સ આવતા રહે છે. આ વખતે ફરી ઇન્સ્ટાગ્રામ ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામે પુષ્ટિ કરી છે કે તે નવી સુવિધાને શોધી રહ્યું છે જે યૂઝર્સને તેના ફોટો ગ્રિડની ઉપર તેના પ્રોફાઇલમાં વિશિષ્ટ પોસ્ટ પિન કરવા દે છે. ટેકક્રંચ પ્રમાણે નવુ ફીચર હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે અને પ્લેટફોર્મ પર પસંદગીના યૂઝર્સને જોવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક લોકોને મળી રહી છે સુવિધા
જે યૂઝર્સની પાસે આ સુવિધા સુધી પહોંચ છે તેને પિન ટુ યોર પ્રોફાઇલ વિકલ્પ જોવા મળી રહ્યો છે, જેને તે પોસ્ટની આગળ ત્રણ-બિંદુ મેનૂથી પસંદ કરી શકે છે ટેકક્રંચે એક ઈમેલમાં પ્રવક્તાના હવાલાથી કહ્યું- અમે એક નવી સુવિધાનું ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ, જેનાથી લોકો પોતાની પ્રોફાઇલ પર પોસ્ટ દેખાડી શકે છે. 


આ પણ વાંચોઃ જોયું નહી હોય આવું અનોખું સ્કૂટર, BMW ની Kidney grille સાથે છે 144km ની ટોપ સ્પીડ


આ લોકો માટે શાનદાર છે ફીચર
કોઈ યૂઝર્સે પ્રોફાઇલ પર કોઈ વિશિષ્ટ પોસ્ટને પિન કરવાની છે તો તે આ ખાસ ફીચર્સનો ઉપયોગ કરી શકે છે. જે વ્યક્તિએ પોતાની પસંદગીની પોસ્ટને હાઈલાઇટ કરવી છે તેના માટે આ નવું ફીચર્સ ખુબ ઉપયોગી સાબિત થશે. 


આ સુવિધા તે ક્રિએટર્સ માટે પણ ઉપયોગી થઈ શકે છે જે હંમેશા પોસ્ટ કરતા રહે છે પરંતુ કોઈ વિશિષ્ટ પોસ્ટને હાઈલાઇટ કરવા ઈચ્છે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાનમાં યૂઝર્સની પાસે સ્ટોરિઝને પોતાની પ્રોફાઇલમાં પિન કરવાનો વિકલ્પ છે, પરંતુ આ નવુ ફીચર પોસ્ટ કરવાની આ ક્ષમતાનો વિસ્તાર કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube