Whatsapp માં જોઈ શકાશે Instagram Reels, જાણો શું છે નવા ફીચરના ફાયદા
વિશ્વભરના Whatsapp Users માટે એક સારા સમાચાર સામે આવ્યા છે કે, આવનારા સમયમાં વ્હોટ્સએપમાં તમને એક ખાસ ટેબ દેખાશે. જેના પર ઈન્સ્ટાગ્રામ રીલ્સના શોર્ટ વીડિયો જોઈ શકાશે. જા
નવી દિલ્હી: Whatsapp Users માટે એક એક ખુશખબર સામે આવી છે. વ્હોટ્સએપ યૂઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ફેસબુક હવે ટૂંક સમયમાં એક ડેડિકેટેડ ઈન્સ્ટાગ્રામ રીલ્સ ટૈબની સુવિધા આપવાનું છે. આ માટેની ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં વ્હોટ્સએપમાં મલ્ટી-ડિવાઈસ સપોર્ટની સાથે કોમ્પ્યૂટર અને લેપટોપમાં પણ વોઈસ અને વીડિયો કોલિંગની સુવિધા ઉપલબ્ધ થવાની છે.
વિશ્વભરના Whatsapp Users માટે એક સારા સમાચાર સામે આવ્યા છે કે, આવનારા સમયમાં વ્હોટ્સએપમાં તમને એક ખાસ ટેબ દેખાશે. જેના પર ઈન્સ્ટાગ્રામ રીલ્સના શોર્ટ વીડિયો જોઈ શકાશે. જાણકારી મુજબ Facebookએ વ્હોટ્સએપમાં એક ડેડિકેટેડ ઈન્સ્ટાગ્રામ રીલ્સ ટેબની ટેસ્ટિંગ શરૂ કરી છે. ટૂંક સમયમાં આ નવું ટેબ આવી જશે. આ જ વર્ષે લોકોને હવે વ્હોટ્સએપમાં નવું ફીચર મળશે.
TikTok સ્ટારને પોતાની 16 વર્ષની 'ફેન' સાથે થયો પ્રેમ, છોકરીએ નકાર્યો લગ્ન પ્રસ્તાવ તો કરી આત્મહત્યા
ઈન્ટિગ્રેશન પર ભારઃ
વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ફેસબુકના માલિકીની કંપની છે અને હાલ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ઈન્ટિગ્રેશન પરની પ્રોસેસ પર ભાર મૂકાઈ રહ્યો છે. ત્યારે વ્હોટ્સએપમાં છેલ્લા ઘણા મહિનામાં નવા નવા ફીચર શામેલ થયા છે. જો કે, હવે ફેસબુક કોશિશ કરે છે કે વ્હોટ્સએપમાં એક ખાસ અને નવું ફીચર એડ થાય. ફેસબુકના પ્રયાસ છે કે લોકો હવે વ્હોટ્સએપમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ શકે. બની શકે છે કે તેમાં રીલ્સ બનાવવાની સુવિધા પણ આપવામાં આવે. આવનારા સમયમાં આ વિશે ડીટેલમાં જાણકારી આપવામાં આવશે.
Whatsapp માં ઘણું બધું નવું આવશેઃ
WABetaInfoના રિપોર્ટ મુજબ, ફેસબુક આ ટેબ લાવવા માટે જોરશોરથી પ્રયાસ કરી રહ્યું છે. Instagram અને WhatsAppના ફીચર્સનું ઈન્ટિગ્રેશન થાય અને વ્હોટ્સએપમાં પણ ઈન્સ્ટાગ્રામના ખાસ ફીચર આવે જેથી યૂઝર્સને એડવાન્સ ઓપ્શન મળી શકે. જો કે, હાલ આના પર કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આપણેને વ્હોટ્સએપમાં આ નવું ફીચર જોવા મળશે. જેમાં મલ્ટી-ડિવાઈસ સપોર્ટ, કોમ્પ્યૂટર અને લેપટોપ પર પણ વોઈસ અને વીડિયો કોલિંગ સુવિધા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube