Instagram Testing to Remove Recent Tab Option: આજના સોશિયલ મીડિયાના જમાનામાં જો કોઇ એક એપ છે જે દુનિયાભરમાં ઉપયોગ થાય છે, તો તે ઇંસ્ટાગ્રામ છે. આ ફોટો શેરિંગ એપએ તાજેતરમાં જાહેરાત કરી છે જેથી યૂઝર્સનું દિલ તૂટી ગયું છે. ઇંસ્ટાગ્રામ જલદી જ એક રસપ્રદ ફીચરને પોતાના પ્લેટફોર્મથી હટાવવા જઇ રહ્યું છે. આવો જાણીએ કે આ ફીચર કયું છે અને તેન દૂર કરવાથી શું ફરક પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંસ્ટાગ્રામ દૂર કરી રહ્યું છે આ ફીચર
તમારી જાણકારી અનુસાર તમને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ કન્ફોર્મ કર્યું છે કે તે પોતાના પ્લેટફોર્મથી 'રીસેંટ ટેબ' ઓપ્શનને દૂર કરવા જઇ રહ્યા છે. જો તમે વિચારી રહ્યા છો કે આ ફીચરથી શું થાય છે તો અમે તમને જણાવી દઇએ કે હૈશટૈગ્સ દ્રારા તમે કોઇ પોસ્ટ શોધો છો તો 'રીસેંટ ટેબ' દ્રારા તમે તાજેતરમાં પોસ્ટ્સને ચેક કરી શકો છો. હવે આ ટેબને દૂર કરવામાં આવી રહ્યું છે.  

Apple Pays to Customer: ચાર્જર વિના iPhone વેચવો પડ્યો ભારે, ગ્રાહકને Apple આપશે 82 હજાર રૂપિયા


તેની યૂઝર્સ પર શું પડશે અસર
'રીસેંટ ટેબ' દૂર થવાથી સીધી અસર યૂઝર્સને પડશે. જેમણે તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું છે અને ટ્રેંડિંગ હેશટેગ્સ દ્રાર પ્રસિદ્ધ થવા માંગે છે. આ ટેબને દૂર કરવાથી હવે હેશટેગને સર્ચ કરવા પર યૂઝર્સને બે જ ટેબ જોવા મળશે. એક 'ટોઅપ' અને એક 'રિલ્સ'.


હાલ બધા માટે દૂર નથી કરી રહ્યા ટેબ
તમને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામે એ સ્પષ્ટ કર્યું છે કે હાલ 'રીસેંટ ટેબ'ને બધા માટે દૂર કરવામાં નહી આવે કારણ કે હાલ તેને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરને સંપૂર્ણપણે હટાવવામાં આવશે જ્યારે આ પગલાંથી પ્લેટફોર્મને ફાયદો જોવા મળશે. આ આગળ જઇને ખબર પડશે કે ઇંસ્ટાગ્રામ 'રીસેંટ ટેબ' ને પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે કે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube