Gas Leak Detector: ઘરમાં લગાવો આ ડિવાઈસ, ગેસ સિલિન્ડર લીકની કરશે જાણ
Halonix Shield Fire Alarm: આ એક પ્રકારનો બલ્બ છે. જેને ઘરમાં તમે સરળતાથી લગાવી શકો છો. અને તેનો ઉપયોગ કરી શકાય છે.
Halonix Shield Fire Alarm: આ બલ્બ ધુમાડો, કાર્બન મોનોક્સાઈડ, LPG, મિથેનને શોધી શકે છે. તેને શોધી કાઢ્યા પછી, જોરથી એલર્ટ-એલાર્મ વાગે છે અને બલ્બ લાલ રંગમાં ઝબકવા લાગે છે. જેથી આપણને સરળતાથી જાણ થઈ શકે છે.
જાણો આ બલ્બની ખાસિયતો વિશે
આ બલ્બને B22d બલ્બ ધારકમાં ફીટ કરી શકાય છે. અને તે 85DB પર એલાર્મ વગાડે છે. જેથી તેનો અવાજ બધા સાંભળે. તે વાયરલેસ ઉપકરણ હોવાથી તેને ગમે ત્યાં સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે. સાથે જ આ બલ્બ ઈથેનોલ, આઈ- બ્યુટેન અને પ્રોપેનને પણ ડિટેક્ટ કરી શકે છે. આ ડિવાઈસનો ઉપયોગ કરવા માટે તેને ઓન રાખવાનો હોય છે. હાલમાં આ બલ્બ એમેઝોન પર 709 રૂપિયામા તમને મળશે.
બલ્બની મળશે એક વર્ષની વોરંટી
આ બલ્બની ખાસ વાત એ પણ છે આ સ્મોક ડિટેક્ટર ફાયર એલાર્મ સાથે તમને 1 વર્ષની વોરંટી પણ મળશે. એમેઝોનમાંથી તેને ખરીદ્યા પછી 10 દિવસની અંદર તમે આને પરત પણ કરી શકો છો.
( નોંધ- અમે આ પ્રોડક્ટ અંગે સમીક્ષા કરી નથી. આ લેખ એમેઝોન પર ઉપલબ્ધ માહિતી અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રાહકે તેની વિવેકબુદ્ધિથી ઉત્પાદન ખરીદવું જોઈએ.)
આ પણ વાંયો:
રંગમાં ભંગ પાડશે વરસાદ? હવામાન ખાતાની આગાહીએ ચિંતા વધારી
ધૂળેટીના તહેવારને લઈને કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું,આ સ્થળો સવારથી સાંજ સુધી બંધ
ભારત 20 હજાર મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલશે, પાકિસ્તાનના રૂટનો ઉપયોગ નહીં થાય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube