Eye Power: આજકાલ માર્કેટમાં લેટેસ્ટમાં લેટેસ્ટ સ્માર્ટફોન આવી રહ્યા છે, જેમાં બેસ્ટ ક્વોલિટીના કેમેરા હોય છે. મોબાઈલ ખરીદતા સમયે આપણે તેના મેગાપિક્સલ સૌથી પહેલા ચેક કરીએ છીએ. આજકાલ મેગાપિક્સલ પર જ કેમેરા ખરીદવામાં આવે છે. જેટલા વધુ મેગાપિક્સલ હશે, તેટલી તેને ફોટોની ક્વોલિટી સારી હશે. પરંતુ શુ તમને ખબર છે કે માણસોની આંખનો લેન્સ પણ પાવરફુલ હોય છે. શુ તમને ખબર છે કે આ લેન્સ કેટલા મેગાપિક્સલનો હોય છે. તો આવો જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંખ કેટલા મેગાપિક્સલની હોય છે
તમને એ તો ખબર હશે કે આપણી આંખમાં લેન્સ લાગેલા હોય છે. આ લેન્સ કોઈ કાચના નહિ, પરંતુ કુદરતી રીતે બનેલા હોય છે. આંખ કેમેરાની જે વસ્તુઓ કેપ્ચર કરવાનું કામ કરે છે. આપણી આંખ શરીરના સૌથી જરૂરી અંગમાંથી એક હોય છે. જો માણસની આંખને ડિજીટલ કેમેરો માની લઈએ તો તે 576 મેગાપિક્સલ સુધીનું દ્રષ્ય જોઈ શકે છે. એટલે કે આપણે કહી શકીએ છીએ કે, આપણી આંખોમાં લાગેલો લેન્સ 576 મેગાપિક્સલનો હોય છે. 


આ પણ વાંચો : ડુમ્મસ બીચ પર ભયાનક મોટી આકૃતિ દેખાઈ, ભૂત જેવો આકાર ચાલતો જોવા મળ્યો


કેમેરાની જેમ કામ કરે છે આંખ
તમને જણાવી દઈએ કે, માણસની આંખ કેમેરાની જેમ કામ કરે છે અને તેના ત્રણ ભાગ હોય છે. પહેલા લેન્સ કે પ્રકાશીય પાર્ટ, જે પ્રકાશને એકત્રિત કરીને તસવીર બનાવે છે. બીજો સેન્સર, જે તસવીરના પ્રકાશીય ઉર્જાને ઈલેક્ટ્રિક સિગ્નલ્સમાં બદલે છે અને ત્રીજુ પ્રોસેસર, જે ઈલેક્ટ્રિક સિગ્નલને ફરીથી સ્ક્રીન પર ઈમેજમાં બદલીને બતાવે છે. આંખ એકવારમાં 576 મેગાપિક્સલનો એરિયા જોઈ શકે છે. પરંતુ આપણું મગજ તેને એકસાથે પ્રોસેસ કરી શકતુ નથી. તે માત્ર થોડા ભાગને જ હાઈ ડેફિનેશનમાં પ્રોસેસ કરી શકે છે. તેથી કોઈ પણ ઘટનાને યોગ્ય રીતે જોવા માટે આપણને આંખને તે દિશામાં ફેરવવી પડે છે. 


આ પણ વાંચો : ટેક્નિકલ ખામી કે પછી ષડયંત્ર? ગુજરાત કોંગ્રેસનું Twitter એકાઉન્ટ હેક


ઉંમરની સાથે ઓછી થાય છે આંખની ક્ષમતા
અનેક લોકોના મનમાં એ સવાલ આવ્ય હશે કે ઉંમર વધવાની સાથે સાથે આંખની ક્ષમતા અને મેગાપિક્સલ પર અસર પડે છે કે નહિ. તો તમને જણાવી દઈએ કે, શરીરના બાકીના ભાગની જેમ ઉંમર વધવાની સાથે આંખના રેટિના પણ નબળા પડવા લાગે છે. આ કારણે લોકોની જોવાની ક્ષમતા પર અસર પડે છે. આ કારણે આંખના મેગાપિક્સલ પણ ઓછા થતા જાય છે.