નવી દિલ્હી : ટેક્નોલોજી સેક્ટરની દિગ્ગજ કંપની એપ્પલ (Apple) ની લૉન્ચ ઇવેન્ટ ચાલુ થઇ ચુકી છે. એપલે અત્યાર સુધી iPhone 11, Series 5 Watch, Apple Arcade, Apple TV Plus અને નવું iPad લોન્ચ કર્યું છે. iPhone 11 ની શરૂઆતી કિંમત 699 ડોલર (આશરે 50,230 રૂપિયા) છે. બીજી તરફ Series 5 વોચની શરૂઆતી કિંમત 399 ડોલર (આશરે 28,700 રૂપિયા) છે. આ કિંમત જીપીએસ વાળા વેરિયન્ટની છે. બીજી તરફ GPS+સેલુલર મોડલની કિંમત 499 ડોલર (આશરે 35800 રૂપિયા) છે.


માંએ પડખુ ફેરવ્યું અને શ્વાસ રૂંધાતા 3 મહિનાની બાળકીનું દબાવાથી મોત
કારગીલમાં હીરો રહેલી ગોલ્ડન એરો સ્કવોર્ડનને રાફેલની કમાન સોંપવામાં આવશે
જ્યારે નવા iPad ની કિંમત 329 ડૉલર છે. બીજી તરફ Apple TV Plus નું સબ્સ્ક્રિપ્શન 5 ડોલર મહિનો હશે. આ 100થી વધારે દેસોમાં ઉપલબ્ધ હશે. જે યુઝર્સ એપલ કમ્પ્યુટિંગ ડિવાઇસ ખરીદશે, તેમને એક વર્ષનું એપલ ટીવીનું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે. એપલનું લોન્ચ ઇવેન્ટ કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો ખાતે એપલ પાર્ક કેમ્પસનાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં ચાલી રહ્યું છે. આ ઇવેન્ટમાં iPhone માટે આઇઓએસ 13 અને આઈપેડ્સ માટે આઇપેડ ઓએસનું ફાઇનલ બિલ્ડ પણ લોન્ચ કરવામાં આવી શકે છે.