નવી દિલ્હીઃ જો તમે iPhone 11 ખરીદવા વિશે વિચારી રહ્યાં છો તો આ તમારા માટે સારો સમય છે. કારણ કે 5જી લોન્ચ થયા બાદ તો iPhone 11 ની કિંમતમાં ઝડપથી ઘટાડો થવાનું શરૂ થઈ ગયું છે. ભલે iPhone 11 4G સ્માર્ટફોન છે, પરંતુ તેના ફીચર અન્ય ફોનને ટક્કર આપે તેવા છે. આવો તમને આ ડિસ્કાઉન્ટ વિશે વિગતવાર સમજાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

APPLE iPhone 11 (White, 64 GB) ની કિંમત 43900 રૂપિયા છે અને તમે 18 ટકા ડિસ્કાઉન્ટ બાદ 35990 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે તેના પર ઘણી બેન્ક ઓફર્સ પણ ચાલી રહી છે. Kotak Bank Credit Card કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ અલગથી મળી શકે છે. આવી ઓફર SBI Credit Card પર મળી રહી છે. પેમેન્ટ કર્યા બાદ તમને સીધુ 10 ટકા ડિસ્કાઉન્ટ મળી શકે છે. 


આ પણ વાંચોઃ કાર ખરીદતા સમયે આ 10 જરૂરી ફીચર્સનું રાખો ખાસ ધ્યાન, બાકી પસ્તાવાનો વારો આવશે


Exchange Offer માં ખરીદી શકો છો iPhone 11-
આ સિવાય તમે આ ફોન એક્સચેન્જ ઓફરમાં ખરીદી શકો છો. જો તમારા જૂના ફોનની કંડીશન સારી છે તો તમે ફ્લિપકાર્ટ પર તેને પરત કરી શકો છો. ફ્લિપકાર્ટ પર ફોન પરત કરવાથી તમને 16900 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે, પરંતુ તે માટે તમારો જૂનો ફોન સારી કંડીશનમાં હોવો જરૂરી છે. 


iPhone 11 ના સ્પેસિફિકેશન જાણો
સ્પેસિફિકેશનની વાત કરીએ તો  iPhone 11 માં 6.1 Inch Liquid Retina HD Display મળે છે. આ સિવાય ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાઇમરી કેમેરો 12 મેગાપિક્સલનો છે. જ્યારે ફ્રંટ કેમેરો 12 મેગાપિક્સલનો છે. પ્રોસેસરની વાત કરીએ તો ફોનમાં તમને A13 Bionic Chip Processor મળશે. એટલે કે તમારી ફોનની સ્પીડને લઈને કોઈ ફરિયાદ રહેશે નહીં. બજેટમાં આ ફોન તમારા માટે બેસ્ટ હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube