નવી દિલ્હીઃ iPhone 14 સૌથી પાવરફુલ સ્માર્ટફોનમાંથી એક છે જેને તમે ખુબ સસ્તી કિંમતે ખરીદી શકો છો.  iPhone 14,જેને સપ્ટેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો, તેને ફ્લિપકાર્ટ પર 37999 રૂપિયામાં ખરીદી શકાય છે. ઈ-કોમર્સની દિગ્ગજ કંપની બેંક ઓફર્સની સાથે સૌથી સારી એક્સચેન્જ ઓફર આપી રહી છે, જે તમને ઓછી કિંમતમાં ફોન ખરીદવામાં મદદ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 14 ને ભારતમાં  128GB વેરિએન્ટ માટે 79999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તમે તેની કિંમતને ઘટાડી શકો છો. આવો તમને જણાવીએ આ સેલ અને ઓફર વિશે. 


iPhone 14 પર ફ્લિપકાર્ટ આપી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ
iPhone 14 ને ફ્લિપકાર્ટ પર 128GB વેરિએન્ટ માટે 71999 રૂપિયાની કિંમત પર લિસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ કિંમત ઓછી કરવા માટે તમે એચડીએફસી કાર્ડનો ઉપયોગ કરી શકો છો અને ડિવાઇસ પર 4000 રૂપિયા સુધીની છુટ મેળવી શકો છો. ત્યારબાદ તેની કિંમત ઘટીને 67,999 રૂપિયા થઈ જાય છે. 


જો તમારી પાસે એક્સચેન્જ કરવા માટે એક જૂનો સ્માર્ટફોન છે તો ફ્લિપકાર્ટ તમને જૂના ફોન માટે 30,000 સુધીની એક્સચેન્જ વેલ્યૂ આપે છે. ઉદાહરણ માટે જો તમે જૂનો આઈફોન 12ને એક્સચેન્જ કરાવવા ઈચ્છો છો તો તમે આ ડિવાઇસ પર 30,000 રૂપિયાની છુટ પ્રાપ્ત કરી શકો છો. પરંતુ તમારા જૂના ફોનની કિંમત તે વાત પર નિર્ભર કરે છે કે તમારા ફોનની કંડીશન શું છે અને તે કેટલો જૂનો છે. 


આ પણ વાંચોઃ MGની બે દરવાજાવાળી ઇલેક્ટ્રિક કાર આ મહિને થશે લોન્ચ, ફુલ ચાર્જમાં આપશે 200KM રેન્જ


iPhone 14 ના સ્પેસિફિકેશન્સ
Apple iPhone 14 માં 6.1- ઇંચ સુપર રેટિના  XDR OLED પેનલ પાતળા બેજલ્સ મળે છે. ડિસ્પ્લે એચડીઆરને સપોર્ટ કરે છે અને 1200- નિટ્સ બ્રાઇટનેસ અને ફેસ આઈડી સેન્સરની સાથે આવે છે. તેમાં 60Hz નું સ્ટાન્ડર્ડ રિફ્રેશ રેટ છે. IPhone 14 ને પાવર આપવા માટે A15 બાયોનિક ચિપ છે, જેમાં 16- કોર NPU અને 5 કોર ગ્રાફિક્સ પ્રોસેસર છે. પ્રોસેસરને 4 જીબી સુધી રેમ અને ત્રણ સ્ટોરેજ વેરિએન્ટ -128GB, 256GB અને 512GB ની સાથે ખરીદી શકાય છે. iPhone 14 નવા iOS 16 વર્ઝન પર રન કરે છે. 


iPhone 14 ના ફીચર્સ
કનેક્ટિવિટી ઓપ્શનની વાત કરીએ તો સ્માર્ટફોન 5જી, વાઈ-ફાઈ, ડ્યુઅલ સિમ, બ્લૂટૂથ, જીપીએસ અને ચાર્જિંગ માટે લાઇટનિંગ પોર્ટને સપોર્ટની સાથે આવે છે. આઈફોન 14માં ડ્યુઅલ રિયર કેમેરા છે, જેમાં એક મોટો  f/1.5 અપર્ચર વાળો પ્રાઇમરી  12MP વાઇડ-એન્ગલ સેન્સર, સેન્સર શિફ્ટ OIS અને સેકેન્ડરી 12MP અલ્ટ્રા-વાઇડ એન્ગલ સેન્સર સામેલ છે. વીડિયો રેકોર્ડિંગ માટે તેમાં ડોલ્બી વિઝનનો સપોર્ટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube