iPhoneની પાછળ છે એક સીક્રેટ બટન, ઓછા લોકો જાણે છે તેના ઉપયોગની રીત
iPhone 12 હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ વચ્ચે Appleએ તેના નવા સોફ્ટવેરમાં એક શાનદાર અપડેટ કરી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે હવે તેમના iPhoneની પાછળ પણ સીક્રેટ બટનની જેમ ઉપયોગ કરી શકાય છે. આવો જાણીએ કેવી રીતે કરી શકાય તેનો યુઝ...
નવી દિલ્હી: iPhone 12 હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ વચ્ચે Appleએ તેના નવા સોફ્ટવેરમાં એક શાનદાર અપડેટ કરી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે હવે તેમના iPhoneની પાછળ પણ સીક્રેટ બટનની જેમ ઉપયોગ કરી શકાય છે. આવો જાણીએ કેવી રીતે કરી શકાય તેનો યુઝ...
આ પણ વાંચો:- અચાનક તમારો ફોન પાણીમાં પડે તો...? શું કરવું તેના કરતા શું ન કરવુ તે જાણવા જેવુ છે
iOS 14માં આવ્યું ખુબજ શાનદાર ફીચર
ટેક સાઈટ ધ વર્ઝના અનુસાર Appleએ તેના નવા iOS 14ની નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. આ નવા સોફ્ટવેરમાં અપડેટ થતા જ તમારા iPhoneની પાછળ પણ એક બટન તરીકે ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી છે. જો કે, કંપનીએ તેમના હાલના iPhoneમાં કોઈ અલગથી બટન આપ્યું નથી. પરંતુ તમે ઘણા કાર્યો માટે તમારા ફોનની પાછળનો ઉપયોગ બટન તરીકે કરી શકશો.
આ પણ વાંચો:- એરટેલની ગ્રાહકોને ભેટ, યૂઝર્સને ફ્રીમાં મળી રહી છે આ ખાસ મેમ્બરશિપ
બેક પેનલ બન્યું ટચ સેન્સિટિવ
ધ વર્ઝનું કહેવું છે કે, Appleએ નવા સોફ્ટવેરમાં નામથી ફીચર લોન્ચ કર્યું છે. તેના દ્વારા આઇફોનની બેક પેનલ ટચ સેન્સિટિવ બની ગઇ છે. એટલે કે તમારા આઇફોનના બેક પેનલ એક બટનમાં પરિવર્તિત થઈ જશે. યૂઝર્સ બેક પેનલ પર ટચ કરી ફોનથી ઘણું બધુ કામ કરી શકે છે. આ નવા ફીચર અંતર્ગત તમે તમારા આઇફોનની પાછળ કોઇપણ જગ્યાએ ટેપ કરી તેનો ઉપયોગ કરી શકો છો. કંપનીએ આ નવા ફીચરનો વાધારે પ્રચાર કર્યો નથી. આ કારણ છે કે, ખુબજ ઓછા લોકો આ વિશે જાણે છે.
આ પણ વાંચો:- ઇન્ડિયન આર્મીએ બનાવી WhatsApp જેવી સ્વદેશી એપ, મળશે આ ફીચર
કેવી રીતે કરશો આ ફીચરનો ઉપયોગ
આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે ફોનના સેટિંગમાં જઈ Back Tap ફીચર ઓન કરવું પડશે. તેના માટે settings માં જઈ Accessibility માં જાઓ અને ત્યારબાદ Touch સેક્શનમાં જાઓ. થોડા નીચે જશો એટલે ત્યાં તમને Back Tap ઓપ્શન જોવા મળશે. તેને ટર્ન ઓન કરો.
આ પણ વાંચો:- Instagram યૂઝર્સ ને મળ્યું નવું ફીચર, હવે 4 કલાક સુધી બનાવી શકશો લાઇવ વીડિયો
હવે તમને બે વિકલ્પ આપવામાં આવશે Double Tap અને Triple Tap. તેમાંથી કોઈપણ વિકલ્પ પસંદ કર્યા બાદ તમે કેટલાક ફીચર્સનું લિસ્ટ આપવામાં આવશે. જેને તમે બેક પેનલ દ્વારા એક્સેસ કરી શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube