IPL 2022: મોબાઈલ પર ફ્રીમાં જોવું છે IPL? તો અપનાવો આ Tips
જીયો, એરટેલ અને વીઆઈ પાસે અનેક પ્લાન છે. જેની સાથે ડિઝની + હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવે છે. જો તમે આઈપીએલ જોવા માંગો છો તો નીચે આપેલા પ્લાન પર નજર કરો.
નવી દિલ્લીઃ જીયો, એરટેલ અને વીઆઈ પાસે અનેક પ્લાન છે. જેની સાથે ડિઝની + હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવે છે. જો તમે આઈપીએલ જોવા માંગો છો તો નીચે આપેલા પ્લાન પર નજર કરો. IPL 2022 થોડા દિવસોમાં જ શરૂ થઈ રહ્યું છે. જેના માટે ક્રિકેટ ફેન્સ બહુ જ ઉત્સુક છે. આઈપીએલ ડિઝની+હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. એટલે અનેક લોકો તેને સબસ્ક્રાઈબ કરવા માંગે છે. જેથી ટેલિકોમ ઑપરેટર પોતાના પ્રી પેઈડ પ્લાન સાથે તેને આપી રહ્યા છે. જીયો, એરટેલ અને વીઆઈ પાસે અનેક પ્લાન છે. જેની સાથે ડિઝની + હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવે છે. જો તમે આઈપીએલ જોવા માંગો છો તો નીચે આપેલા પ્લાન પર નજર કરો.
જીયોના ડિઝની + હોટસ્ટાર વાળા પ્લાન્સ-
પહેલા પ્લાનની કિંમત 28 દિવસ માટે 601 રૂપિયા છે. જેમાં રોજના 3 જીબી ડેટા સાથે અનલિમિટેડ વોઈસ કોલ્સ અને 100 એસએમએસ મળે છે. રોજના 3જીબી ડેટાની સાથે વધારાનો 6 જીબી ડેટા પણ મળી રહ્યો છે. જિયોનો 499 રૂપિયામાંમાં એક પ્રીપેઈડ પ્લાન પણ છે. જેમાં અનલિમિટેડ વોઈસ કોલ સાથે રોજના 100 એસએમએસ અને 28 દિવસ માટે રોજના 2 જીબી ડેટા મળશે છે. જીયોના આ બંને પ્લાનટ એક વર્ષના ડિઝની + હોટસ્ટારના મોબાઈલ એક્સેસ સાથે આવે છે. જેની કિંમત 499 રૂપિયા છે. આ સાથે જીયોની એપ્લિકેશનનો પણ લાભ મળશે છે.
વોડાફોન આઈડિયાના ડિઝની + હોટસ્ટાર વાળા પ્લાન્સ-
તો બીજી તરફ વોડાફોન આઈડિયા પણ 601 રૂપિયાનો પ્લાન રજૂ કરે છે. વીઆઈના 601 રૂપિયાનો પ્લાન ગ્રાહકો માટે રોજના 100 એસએમએસ સાથે અનલિમિટેડ કોલ્સની સુનિધા આપે છે. રોજના 3 જીબી ડેટા અને 28 દિવસની વેલિડિટી મળે છે. વીઆઈ 901 રૂપિયાની કિંમત પર એક અને3 જીબી પ્રતિ દિન પ્રી પેઈડ પ્લાન પણ આપે છે. આ યોજના 70 દિવસની વેલિડિટી સાથે આવે છે. રોજના 100 એસએમએસ સાથે અનલિમિટેડ વોઈસ કોલ આવે છે. જ્યારે બંડલ કરવામાં આવેલા ઓટીટી પ્લેટફોર્મની વાત આવે છે, તો આ પ્લાનમાં પણ આ ડિઝની + હોટસ્ટાર એક વર્ષ સુધી મળે છે. આ સાથે યુઝર્સને ક્રમશઃ 601 અને 901 રૂપિયાના પ્લાન સાથે વધારાનો 16 જીબી અને 48 જીબી ડેટા પણ મળે છે.
એરટેલના ડિઝની + હોટસ્ટાર વાળા પ્લાન્સ-
એરટેલ પણ ટ્રૂલી અનલિમિટેડ પેક આપે છે. જેમાં 599 રૂપિયાની યોજના આવે છે. જેમાં બાકીના બે જેવા જ લાભ હોય છે. આ પ્લાન પોતાના યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપે છે. સાથે જ તેની વેલિડિટી 28 દિવસની છે. રોજના 100 એસએમએસ મળે છે. અને સાથે રોજનો 3 જીબી ડેટા પણ હોય છે. સાથે જ 838 રૂપિયામાં 56 દિવસ માટે રોજના 2 જીબીનો ડેટા પ્લાન છે. જેમાં અનલિમિટેડ કૉલિંગ અને 100 મફત એસએમએસ પણ મળે છે..