આજે અમે તમને એક એવા ભારતીય વિશે જણાવીશું જેનું નામ આખી દુનિયામાં ગૂંજે છે. દરેક યુવાના મનમાં ઈચ્છા હોય કે તેઓ તેમના જેવા બને. તેમની સફળતાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે તેમની લગભગ એક કલાકની 21 લાખની કમાણી રહે છે. એટલું જ નહીં તેઓ એક સમયે 20 સ્માર્ટફોનનો યૂઝ કરે છે. આવામાં દરેક જાણવા માંગે કે આખરે એવું તે કયું કામ છે જેના માટે તેમને આટલા બધા ફોનની જરૂર પડે અને કમાણી પણ રોજની કરોડોમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલ સીઈઓ છે આ ભારતીય
અહીં અમે જે ભારતીયની વાત કરીએ છીએ તે છે ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઈ. હાલમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે તેમના દિવસની શરૂઆત એક ટેક વેબસાઈટને જોઈને થાય છે. તેઓ અલગ અલગ કામ માટે એકસાથે 20 સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. 


ટેક્નોલોજી સાથે આટલો લગાવ?
મોટાભાગના લોકો માટે જ્યાં એક સ્માર્ટફોન મેનેજ કરવો મુશ્કેલ થાય છે. ત્યારે આવામાં સુંદર પિચાઈ એક સાથે 20 સ્માર્ટફોન કેવી રીતે હેન્ડલ કરે છે. આ અંગે તેમનું ખુદનું કહેવું છે કે ટેક્નોલોજીની દુનિયામાં અપડેટ રહેવું એ સૌથી જરૂરી સ્ટાક છે અને આ કામ માટે 20થી વધુ સ્માર્ટફોનનો ઉપયોગ  કરવો બહુ વધારે પડતું નથી. અલગ અલગ પ્રકારના ડિવાઈસ પર કોઈ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે, તેના વિશે જાણવા માટે  જ પિચાઈ આટલા બધા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. 


બાળકો પર કોઈ પ્રતિબંધ નથી
પિચાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે પોતે આટલા બધા ફોનનો ઉપયોગ કરે છે તો બાળકો માટે પણ શું મોબાઈલ જોવાની છૂટ છે. જેના પર તેમણે કહ્યું કે બાળકો પર કોઈ પ્રતિબંધ લગાવવાની જગ્યાએ તેમની ઈચ્છા મુજબ ઉપયોગ કરવાની આઝાદી છે. બાળકોને પોતાની જાતે જ ફોન ઉપયોગ કરવાના સમયથી લઈને લિમિટ નક્કી કરવા સુધીની વાત કહીએ છીએ. આ ટેક્નોલોજી આ જમાનામાં સારા પેરેન્ટિંગની પણ એક રીત છે. 


સુંદર પિચાઈએ એવું પણ જણાવ્યું કે સાઈબર ક્રાઈમના આ જમાનામાં તેમણે પોતાના ફોન કે ડિવાઈસની સુરક્ષા અંગે વધુ ચિંતા રહેતી નથી. તેમણે કહ્યું કે તેઓ પોતાના ફોન કે લેપટોપના પાસવર્ડ પણ જલદી જલદી બદલતા નથી. પરંતુ તેમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂર રાખે છે. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવનારા સમયમાં લોકોનું જીવન વધુ સારું બનાવશે. વીજળી અને ફાયર જેવી ચીજોને રેગ્યુલેટ કરવામાં AI મોટી ભૂમિકા ભજવે છે. 


કમાણી
ગૂગલ જેવી દિગ્ગજ કંપનીના સીઈઓી કમાણી સારી એવી હશે પરંતુ આંકડા જોશો તો તમે છક થઈ જશો. સુંદર પિચાઈને 2022માં કંપનીએ કુલ 1854 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તેનો અર્થ એ થયો કે તેઓ દર કલાકે લગભગ 20.83 લાખ રૂપિયા અને રોજના લગભગ 5 કરોડ રૂપિયાથી વધુ કમાય છે. જો કે આ આંકડો બે વર્ષ પહેલાનો છે તો હવે તેમની કમાણી ચોક્કસપણે તેનાથી પણ વધુ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube