Isuzu એ લોન્ચ કરી નવી વી-ક્રોસ પ્રેસ્ટીઝ કાર, દમદાર એન્જીન સાથે મળશે ડ્રાઇવિંગનો અનુભવ
કારના લોન્ચિંગ સમયે કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે વી-ક્રોસએ ભારતીય યૂટિલિટી વાહન જગતમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તેણે નવા જમાનાના ભારતીયોની લાઇફસ્ટાઇલના વિકાસમાં ઉત્પેરકની ભૂમિકા ભજવી છે.
નવી દિલ્હી: ઇસુઝુ મોટર્સ ઇન્ડીયાએ પોતાની પ્રિમિયમ કાર વી-ક્રોસના વધુ એક અપડેટ મોડલે લોન્ચ કર્યું છે. વી-ક્રોસ ઝેડ-પ્રેસ્ટીઝના નામે આ નવા મોડલમાં 1.9 લીટરનું દમદાર ડીડીઆઇ એન્જીન છે. ખા વાત એ છે કે ઇસુઝુએ આ સેગમેંટમાં પહેલીવાર 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન આપવામાં આવ્યું છે. નવા એન્જીન અને ટ્રાંસમિશનવાળું આ ઝેડ પ્રેસ્ટીઝ વેરિએન્ટ હવે પહેલાં કરતાં વધુ સેફ્ટી ફીચર્સ અને વધુ સોફિસ્ટીકેશન સાથે ડ્રાઇવિંગનો અલગ અનુભવ પુરો પાડશે. નવા લિમિટેડ એડિશન ઝેડ-પ્રેસ્ટીઝ મોડલની કિંમત દિલ્હી (એક્શ-શો રૂમ)માં 19.99 લાખ રૂપિયા છે.
ઇલેક્ટ્રિક એસયૂવી બાદ આજે લોન્ચ થશે Hyundai ની નવી હેચબેક કાર
વી-ક્રોસ ઝેડ પ્રેસ્ટીઝની ખૂબીઓ
ઇસુઝુ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા 1.9 લીટર એન્જીન 150 પીએસની તાકાત અને 350 એનએમનો ટોર્ક જનરેટ કરે છે, જે પાવર અને કાર્યકુશળતાના બેમિસાલ સ્તર પર ઉપલબ્ધ કરાવે છે. ડિસ્પ્લેસમેંટમાં નાના હોવાથી નવા 1.9 લીટર એન્જીન વધુ પાવરફૂલ અને ઇંધણના મામલે દક્ષણાપૂર્ણ છે. વી-કોર્સનું આ નવું વેરિએન્ટ ઘણા આંતરરાષ્ટ્રીય બજારોમાં ખૂબ સફળ રહ્યું છે અને ઘણા પ્રકારના વિસ્તારોમાં સુખદ અને આરામદાયક ડ્રાઇવિંગનો અનુભવ પુરો પાડે છે. સોફિસ્ટિકેશન અને રિફાઇનમેંટ એક બિલકુલ નવા સ્તર સાથે ઝેડ-પ્રેસ્ટીઝ વેરિએન્ટના ઇંટીરિયરમાં હવે ટૂ-ટોન બ્રાઉન-ગ્રે કોમ્બિનેશનવાળી પરફોરેટેડ સીટો સાથે જ ડેશ અને ડોર ટ્રિમ્સ પર સોફ્ટ પાર્ટ્સ છે. સફરનો આનંદ પુરો પાડવા માટે આ વેરિએન્ટમાં રૂપ પણ લાઇવ-સરાઉન્ડ સ્પીકર્સ છે. ઝેડ-પ્રેસ્ટિઝ વેરિએન્ટ 6- એરબેગ (ડ્રાઇવર, ફ્રંટ પ્રેસેજન્સ, ફ્રંટ સાઇડ તથા ફૂલ લેંથ કર્ટેન) અને બીઓએસ (બ્રેક-ઓવરરાઇડ સિસ્ટમ)થી સજ્જ છે, જેથી સુરક્ષા પાસાઓમાં વ્યાપક વૃદ્ધિ થઇ છે.
ટાટાએ લોન્ચ કરી Tiago JTP અને Tigor JTP, મળશે પહેલાંથી જ વધુ ફીચર્સ
આજથી બુકિંગ શરૂ
કારના લોન્ચિંગ સમયે કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે વી-ક્રોસએ ભારતીય યૂટિલિટી વાહન જગતમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તેણે નવા જમાનાના ભારતીયોની લાઇફસ્ટાઇલના વિકાસમાં ઉત્પેરકની ભૂમિકા ભજવી છે. ઝેડ-પ્રેસ્ટીઝ તે સમજદાર સફળ લોકોને ઇસુઝુની એક શાનદાર પેશકશ છે. આ તેમને જીંદગીના એક નવી રીતનો અહેસાર કરવાનું સામર્થ્ય આપે છે. કંપનીઓએ જણાવ્યું હતું કે ઝેડ-પ્રેસ્ટિઝ વેરિએન્ટ વી-ક્રોસ રેંજમાં વધારો કરે છે જેમાં હવે ઘણા ડ્રાઇવ વિકલ્પ છે, જ્યારે આરામદાયક અને સુરક્ષાની સુવિધા તેને ખરેખર ડિઝાયરેબલ બનાવે છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે આ કારનું બુકિંગ આજથી શરૂ થશે.