Caller ID Identification for All by TRAI: શું તમે સ્પામ કોલ્સથી પરેશાન છો? તો તમને આવનારા સમયમાં આ પરેશાનીમાંથી છૂટકારો મળી જશે. કેમ કે, TRAI એક યોજના બનાવી રહી છે. જેમાં એક એવું ફિચર્સ આપણા બધા માટે જાહેર કરવામાં આવશે. જેમાં ફ્રીમાં તમે જાણી શકશો કે તમને કોણ ફોન કરી રહ્યું છે. આવો વધુ ડિટેલ્સમાં જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું છે કે, TRAI એક એવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે જેનાથી દેશના તમામ સ્માર્ટફોન યુઝર્સને સ્પામ કોલ્સથી છૂટકારો મળી જશે. અધિકારીનું કહેવું છે કે TRAI એક એવી સિસ્ટમ બનાવવા માંગે છે જેમાં સર્વિસ પ્રોવાઈડર્સને પરવાનગી આપવામાં આવશે કે તે મોબાઈલ સ્ક્રીન ડિસ્પ્લે કરી શકે કે કોણ ફોન કરી રહ્યું છે.


માત્ર કાન જોઈને જાણી શકો છો કોઈના વ્યક્તિત્વનો રાઝ


TRAI અધિકારીનું કહેવું છે કે, TRAI જે સિસ્ટમ પર કામ કરવાનું વિચારી રહ્યું છે તે સ્માર્ટફોન યુઝર્સના કેવાયસી ડિટેલ્સ પર આધારિત હશે. આ નવું કોલર આઇડી ફિચર્સ યુઝર્સની સંમતિ પર કામ કરશે અને મેન્ડેટરી નહીં હોય. ટેલિકોમ કંપનીઓના સબ્સક્રાઈબર્સ પસંદ કરી શકશે તે તેમને તેમનું નામ ડિસ્પ્લે પર જોઇએ છે કે નહીં.


રાહુલ વૈદ્યએ ટ્વીટ કરી કહ્યું- મારી પત્નીએ મોકલી ન્યુડ તસવીર... ઉર્ફી જાવેદે જવાબ આપતા કહ્યું...


તમન જણાવી દઈએ કે, હાલ આ વિશે વાત થઈ રહી છે અને TRAI ટુંક સમયમાં તેના સંબંધિત એક કન્સલ્ટેશન પેપર જાહેર કરશે અને ત્યારબાદ તેની ફાઈનલપ્રિન્ટ પણ નિકાળશે. જો આ ફિચર્સ આવે છે તો Truecaller જેવી એપ્સનો ઉપયોગ કરવો પડશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube