લોન્ચ થયું દમદાર ઈલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જ પર 170 km દોડશે, જાણો કિંમત અને ફીચર્સ
iVooMi Energy Electric Scooter Jeetx ZE Launched: કંપનીએ JeetX ZE નામથી એક શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લોન્ચ કર્યું છે. આ સ્કૂટરનું બુકિંગ 10 મેથી શરૂ થઈ જશે.
નવી દિલ્હીઃ iVooMi Energy Electric Scooter Jeetx ZE Launched: દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવનારી લીડિંગ ઈનોવેટર કંપની iVooMi એનર્જીએ એક નવું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ
JeetX ZE નામથી નવું અને શાનદાર ઈ-સ્કૂટર માર્કેટમાં ઉતાર્યું છે. આ સ્કૂટરનું બુકિંગ 10 મેથી શરૂ થઈ જશે. કંપનીએ જણાવ્યું કે 18 મહિનાના એક્સટેન્સિવ રિસર્ચ અને ડેવલોપમેન્ટ બાદ આ સ્કૂટરને લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે આ સ્કૂટરનું 100k km નું ટેસ્ટિંગ થયું છે. નોંધનીય છે કે આ સ્કૂટર JeetX ની નેક્સ્ટ જનરેશન છે. આ સ્કૂટર 3 બેટરી વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.
JeetX ZE ની રેન્જ
કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ ઈલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 79999 રૂપિયા છે. તે 3 બેટરી વેરિએન્ટમાં મળી રહ્યું છે. તેમાં તમને 2.1 kwh, 2.5 kwh અને 3 Kwh નું બેટરી પેક મળે છે. કંપનીએ સ્કૂટરને 8 પ્રીમિયમ કલરમાં લોન્ચ કર્યું છે. તેમાં ગ્રે, રેડ, ગ્રીન, ગુલાબી, પ્રીમિયમ ગોલ્ડ, બ્લૂ, સિલ્વર અને બ્રાઉન સામેલ છે.
આ પણ વાંચોઃ આ 10 SUV ને ખરીદવા તૂટી પડ્યા લોકો, સૌથી વધુ ટાટા પંચનું વેચાણ
JeetX ZE ના ડાઈમેન્શન અને ફીચર્સ
આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 1350 એમએમનો લાંબો વ્હીલબેસ, 760 એમએમ લાંબો અને 770 એમએમ હાઈ સીટ મળે છે. કંપનીએ સ્કૂટરમાં એક્સપેન્ટેડ લેગરૂમ અને બૂટ સ્પેસ પણ આપી છે. સાથે સેફ્ટીનું ખાસ ધ્યાન રાખ્યું છે. સ્કૂટરમાં ટર્ન બાટ ટર્ન નેવિગેશન મળે છે.
કંપની પ્રમાણે આ સ્કૂટરનું બેટરી પેક 7 kw નો પીક પાવર જનરેટ કરે છે. આ સિવાય સ્કૂટરમાં 2.4 ગણો શાનદાર કૂલિંગ અને સુધાર કરેલ સ્પેસ મળે છે. સ્કૂટરમાં 12 કિલોની રિમૂવેબલ બેટરી મળે છે.
કંપની આપી રહી છે આ ઓફર
કંપનીના ઓફરની વાત કરીએ તો સ્કૂટરના ચેસી, બેટરી અને પેન્ટ પર 5 વર્ષની વોરંટી મળી રહી છે. આ સિવાય બેટરી IP67 થી લેસ છે, એટલે કે વરસાદમાં પલળવા પર કોઈ અસર થશે નહીં. આ સિવાય કંપની ગ્રાહકોને સ્કૂટરના આગળના ભાગનું કોઈ કિંમત વગર વન ટાઈમ રિપ્લેસમેન્ટની સુવિધા આપી રહી છે.