જોજો..આ ઓફર ન જતી રહે, 1299 રૂપિયામાં મળે છે આ ધાંસૂ 4G સ્માર્ટફોન
ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની આઈવૂમિ (iVoomi)એ ઈન્ડિયન માર્કેટમાં પોતાનો 4G સ્માર્ટફોન (iVoomi) V5 લોન્ચ કર્યો છે.
નવી દિલ્હી: ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની આઈવૂમિ (iVoomi)એ ઈન્ડિયન માર્કેટમાં પોતાનો 4G સ્માર્ટફોન (iVoomi) V5 લોન્ચ કર્યો છે. આ કંપનીનો એન્ટ્રી લેવલનો સ્માર્ટફોન ગણાવવામાં આવી રહ્યો છે. શટરપ્રૂફ ડિસ્પલે સાથે આવનારો આ iVOOMi V5 4G વીઓએલટીઈ સ્માર્ટફોન છે. ફોનમાં 480x854 રિઝોલ્યૂશન્સ પિક્સલવાળી 5 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પલે આપવામાં આવી છે. કંપની તરફથી આ ફોનની કિંમત 3,499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અને આ ફોન સ્નેપડીલ (www.snapdeal.com) પર મળી રહ્યો છે. પરંતુ આ ફોન તમને ઓફર હેઠળ સ્પેશિયલ ભાવમાં મળી રહ્યો છે. રિલાયન્સ જિયો સાથે કરવામાં આવેલી ભાગીદારી મુજબ તમને iVOOMi V5 ખરીદવા પર 2200 રૂપિયાનું કેશબેક મળશે. એટલે કે કેશબેકની કિંમત ઓછી કર્યા બાદ આ ફોનની અસલ કિંમત માત્ર 1299 રૂપિયા રહેશે.
સ્માર્ટફોનના ફીચર્સ
iVOOMi V5માં 1.2 ગીગા હર્ટ્સનું ક્વાર્ડકોર પ્રોસેસર અને 1 જીબી રેમ છે. 5 ઈંચના ટચસ્ક્રીન ડિસ્પલે સાથે આવનારા આ સ્માર્ટફોનમાં 8 જીબીની ઈન્ટરનેલ સ્ટોરેજ મેમરી છે. તેને તમે માઈક્રો એસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. iVOOMi V5ના આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ અને એટલી જ ક્ષમતાવાળો રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
iVOOMi V5 એન્ડ્રોઈડ 7.1 પર રન થાય છે અને તેમાં 288 mAhની બેટરી આપવામાં આવી છે. 160 ગ્રામવાળા આ ફોનમાં ડ્યુલ સીમ (જીએસએમ)ની સુવિધા આપવામાં આવી છે. ફોનમાં બંને નેનો સિમ યુઝ થશે. કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ, બ્લ્યુટૂથ, એફએમ, 3જી અને 4જી છે. અત્રે જણાવવાનું કે iVOOMi એક ચાઈનીઝ સ્માર્ટફોન મેકર કંપની છે. કંપનીએ ભારતીય બજારમાં માર્ચ 2017થી શરૂઆત કરી હતી.
શું છે ઓફર?
ગત દિવસોમાં શરૂ કરાયેલા જિયો ફૂટબોલ ઓફર હેઠળ જો તમે iVOOMiનો આ સ્માર્ટ ફોન ખરીદો છો તમને જિયો નંબર પર 198 રૂપિયાનું અથવા 299 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર 2200 રૂપિયાના કેશબેકની ઓફર મળશે. આ ઓફર 30 જૂન સુધી વેલિડ છે. રીચાર્જ બાદ તમને 50 રૂપિયાના 44 વાઉચર મળશે. જે માયજિયો એપમાં ક્રેડિટ કરી દેવાશે. તમે ભવિષ્યમાં કરવામાં આવનારા રિચાર્જ પર આ વાઉચરને રિડીમ કરી શકો છો. આ ઉપરાંત સ્નેપડીલ પર એચડીએફસી અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ધારકોને ફોનની ખરીદી પર 10 ટકા વધુ ડિસ્કાઉન્ટ મળશે.