કામ દરમિયાન ઉંઘ આવે છે? હવે ઉભા ઉભા પણ સુઈ શકશે કર્મચારીઓ, આવી ગઈ નવી ટેકનોલોજી!
વોટર હીટર જેવા દેખાતા આ ડિવાઈઝને એની રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે માથુ, ઘૂટણ અને પીઠને આરામદાયક અનુભવ મળે.
Japanese Company Develops Nap Boxes: જાપાન તેની અનોખી ટેક્નોલોજી માટે જાણીતું છે અને હવે આ દેશ સ્ટેન્ડિંગ સ્લીપ પોડ્સ રજૂ કરવા માટે તૈયાર છે જેથી કર્મચારીઓને એક સારી ઉઘ મળી શકે. ટોક્યો સ્થિત ફર્નિચર સપ્લાયર ઇટોકી ઓફિસે દિવસ દરમિયાન પાવર નિદ્રા લેવા માંગતા લોકો માટે ઉકેલ લાવ્યા છે. પ્લાયવુડ સપ્લાયર કોયોજુ ગોહાન કેકેના સહયોગથી હવે આ શક્ય બન્યું છે. જાપાનમાં કર્મચારીઓ લાંબા સમય સુધી કામ કરે છે તે કર્મચારીઓ માટે પણ ચિંતાનું મુખ્ય કારણ બન્યું છે જેથી બન્ને કંપનીઓ આ સમસ્યાનું સમાધાન લાવવા માગે છે.
આરામ માટે કર્મચારીઓ પોતાની જાતને બાથરૂમમાં કરે બંધ:
ફર્નિચર ઉત્પાદક ઇટોકીના સંચાર નિર્દેશક, સક્કો કાવાશિમાએ મીડિયાને જણાવ્યું હતું કે, 'જાપાનમાં, એવા ઘણા લોકો છે જે થોડા સમય માટે પોતાને બાથરૂમમાં બંધ કરે છે, જે મને યોગ્ય નથી લાગતું. આરામદાયક જગ્યાએ સૂવું વધુ સારું છે. વોટર હીટર જેવું ઉપકરણ એ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું છે કે માથું, ઘૂંટણ અને પીઠ સારી રીતે આરામદાયક છે, જેથી લોકો પડવાની ચિંતા કર્યા વિના આરામ કરી શકે. ડિઝાઇનરોને આશા છે કે 'નેપ બોક્સ' જાપાનની ઓફિસ કલ્ચરને સેટ થવામાં મદદ કરશે.
ટૂંક સમયમાં આ મશીન જાપાનની ઘણી કંપનીઓમાં પહોંચાડાશે:
કાવાશિમાએ કહ્યું, 'મને લાગે છે કે ઘણા બધા જાપાની લોકો કોઈપણ વિરામ વિના સતત કામ કરે છે. અમે આશા રાખીએ છીએ કે કંપનીઓ આરામ કઆ મશીનનો આના કરતા પણ સારી રીતે ઉપયોગ કરે. 'કર્મચારીઓને લાંબા સમય સુધી કામ કરવામાં મદદ કરવા માટે વિશ્વભરની ઘણી કંપનીઓ નવા વિચારો સાથે આવી રહી છે. વેકફિટ, બેંગલુરુ સ્થિત સ્ટાર્ટ-અપ તેની નવી 'નેપ ટુ નેપ' નીતિના ભાગરૂપે તેના 600 કર્મચારીઓને કામ પર સૂવા દે છે. મે મહિનામાં કર્મચારીઓને મોકલવામાં આવેલા આંતરિક ઈમેલ મુજબ, વેકફિટના સહ-સ્થાપક ચૈતન્ય રામલિંગ ગૌડાએ જાહેરાત કરી હતી કે સ્ટાફના સભ્યોને હવે કામ પર 30 મિનિટ સુધી ઉંઘ લેવાની મંજૂરી આપવામાં આવશે.
રામલિંગગૌડાએ ઈમેલમાં લખ્યું:
તેમના મેઇલમાં, તેમણે કહ્યું, 'સંશોધન દર્શાવે છે કે બપોરે ઉંઘ લેવી તે મેમરી, એકાગ્રતા, સર્જનાત્મકતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. નાસાનો એક અભ્યાસ દર્શાવે છે કે 26 મિનિટની પાવર નેપ પરફોર્મન્સને 33% સુધી વધારી શકે છે.