ગજબનું TV! સ્ક્રીન પર આવશે ચોકલેટ-પિઝા તો ચાટીને માણી શકશો સ્વાદ, જાણો તમામ વિગતો
ટેક્નોલોજી (Technology) ના મામલે પોતાની એક અલગ ઓળખ બનાવનારા જાપાને (Japan) એકવાર ફરીથી દુનિયાને ચોંકાવી દીધી છે. જાપાની પ્રોફેસરે એક એવું ટીવી તૈયાર કર્યું છે કે જે સ્વાદિષ્ટ વ્યંજનોને માત્ર દેખાડશે નહીં પરંતુ તેનો ટેસ્ટ પણ કરાવશે. કહેવાનો અર્થ એ છે કે ટીવી જોનારા સ્ક્રીન ચાટીને તેના પર જોવા મળી રહેલી ફૂડ આઈટમનો સ્વાદ લઈ શકશે.
ટોક્યો: ટેક્નોલોજી (Technology) ના મામલે પોતાની એક અલગ ઓળખ બનાવનારા જાપાને (Japan) એકવાર ફરીથી દુનિયાને ચોંકાવી દીધી છે. જાપાની પ્રોફેસરે એક એવું ટીવી તૈયાર કર્યું છે કે જે સ્વાદિષ્ટ વ્યંજનોને માત્ર દેખાડશે નહીં પરંતુ તેનો ટેસ્ટ પણ કરાવશે. કહેવાનો અર્થ એ છે કે ટીવી જોનારા સ્ક્રીન ચાટીને તેના પર જોવા મળી રહેલી ફૂડ આઈટમનો સ્વાદ લઈ શકશે.
10 પ્રકારનો સ્વાદ માણી શકશો
અમારી સહયોગી વેબસાઈટ WION માં પ્રકાશિત ખબર મુજબ જાપાનમાં એક એવો પ્રોટોટાઈપ ટીવી (Prototype Lickable TV) બનાવવામાં આવ્યું છે કે જે ખાવાના સ્વાદની નકલ કરે છે. આ અનોખા ટીવીની સોધ કરનારા પ્રોફેસરને તેનું નામ 'ટેસ્ટ ધ ટીવી' રાખ્યું છે. પ્રોફેસરે જણાવ્યું કે આ ટીવીને જોનારા લોકો 10 પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકશે. તેમણે કહ્યું કે 'ટીવી સ્ક્રીન પર તમે જો કોઈ ફૂડ આઈટમ જોઈ રહ્યા છો, તો તેને ચાટશો તો તમને તેના ઓરિજિનલ ટેસ્ટનો પણ અનુભવ થશે.'
આ કારણે તૈયાર થયું અનોખું ટીવી
Meiji University માં આ ટીવીને પ્રદર્શન માટે રાખવામાં આવ્યું. જ્યાં વિદ્યાર્થીઓએ તેને અજમાવ્યું પણ ખરું. ટીવી સ્ક્રીન પર એક Hygienic Film ચડાવવામાં આવી હતી. જેથી કરીને ઈન્ફેક્શનનું જોખમ ન રહે. ટેક્નોલોજી મહામારીના યુગમાં લોકો માટે બહારની દુનિયા સાથે જોડાવવા અને વાતચીત કરવાના માધ્યમને વધુ સારું બનાવી શકે છે. તેમણ વધુમાં કહ્યું કે આ ડિવાઈસનું લક્ષ્ય એ છે કે લોકો સુધી તેમના ઘરોમાં બેઠા બેઠા દુનિયાના સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ પહોંચી શકે.
Costing વિશે જાણો
ટીવીની ટેસ્ટિંગ દરમિયાન યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કહ્યું કે તેને ચોકલેટનો સ્વાદ ચાખવો છે. ત્યારબાદ સ્ક્રીન પર એક ચોકલેટની તસવીર દેખાડવામાં આવી અને યુવતીને તેને ચાટવાનું કહેવાયું. થોડીવારમાં યુવતીએ કહ્યું કે ટેસ્ટ ખુબ સારો છે અને દૂધની ચોકલેટ જેવું લાગે છે. પ્રોફેસર હોમી મિયાશિતા પાસે 30 લોકોની ટીમ છે. તેમણે એકલે હાથે આ ટીવી તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું કે આ ટીવીના કમર્શિયલ વર્ઝનને બનાવવામાં લગભગ 875 ડોલરનો ખર્ચો આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube