નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતમાં જુલાઈમાં ફેરફાર કર્યો હતો. જો તમે કોઈ નવો પ્રીપેડ પ્લાન સર્ચ કરી રહ્યાં છો તો અમે તમને કેટલાક વિકલ્પ જણાવી રહ્યાં છીએ. જિયોએ એવરેજ રિચાર્જ પ્લાનની કિંમતમાં 15 ટકાનો વધારો કર્યો હતો. આ કારણે ઘણા યુઝર્સ BSNL પર શિફ્ટ થઈ ગયા છે. જિયોનો એક એવો પ્લાન છે જે અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરે છે. સાથે તેની કિંમત પણ ખુબ ઓછી છે. આ કારણ છે કે પ્લાન યુઝર્સને ખુબ પસંદ આવે છે. આવો આ પ્લાન વિશે તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio 101 Recharge Plan-
જિયો તરફથી 101 રૂપિયાનો નવો પ્લાન લાવવામાં આવ્યો છે. આ 'True Unlimited Upgrades' ની સાથે આવે છે. ખાસ વાત છે કે તેને ખરીદવા માટે તમારે માત્ર 101 રૂપિયા ખર્ચ કરવા પડશે. બેસ એક્ટિવ પ્લાનની સાથે આ એક્ટિવ રહે છે. આ પ્લાન ખરીદશો તો તમને 6જીબી એડિશનલ ડેટા આપવામાં આવે છે.  આ પ્લાન ખરીદવા સમયે તે ધ્યાન રાખજો કે આ એક્ટિવ પ્લાનની સાથે આવે છે. એટલે કે તમારી પાસે પહેલાથી એક એક્ટિવ પ્લાન હોવો જોઈએ. ત્યારબાદ તેને બેનિફિટ્સ મળશે. 


આ પણ વાંચોઃ શિયાળામાં વીજળીનું બિલ થઈ જશે અડધું, બસ ઘરે બેઠા ફ્રિજ-ગીજરમાં કરી દો આ 5 બદલાવ


એટલે કે જો તમારી પાસે પહેલાથી એક પ્લાન એક્ટિવ છે તો તમે તેને ખરીદી શકો છો. અનલિમિટેડ 5જી ડેટા ફીચર પણ તેમાં મળી શકે છે, જ્યારે તમે  Jio True 5G Network ની સાથે કનેક્ટ હશો. જિયો તરફથી મોબાઇલ ફોન પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. નવા સ્માર્ટફોનમાં તમને ઘણા શાનદાર ફીચર્સ મળવાના છે. તેવામાં તમે તેને તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો. સાથે અલગ-અલગ મોબાઈલ ફોન્સની મદદથી તમારે આ કરવું સરળ પણ થઈ જાય છે.