નવી દિલ્હીઃ Jio પોતાના પ્લાનમાં સતત ફેરફાર કરી રહ્યું છે. જો તમે પણ નવો પ્લાન સર્ચ કરી રહ્યાં છો તો આ તમારા માટે એક શાનદાર ઓપ્શન સાબિત થઈ શકે છે. ખાસ કરી એવા યૂઝર્સ જેને ઓછી કિંમતમાં OTT Subscription પણ જોઈએ સાથે ડેટા પણ ઈચ્છે છે. જિયોનો આ પ્લાન સૌથી વધુ વેચાતા પ્લાન્સના લિસ્ટમાં પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio ના 148 રૂપિયાના પ્લાનમાં તમને ઘણી નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેની વેલિડિટી 28 દિવસની મળે છે એટલે કે તમને એક મહિના માટે આ સુવિધાઓ મળવાની છે. આ સિવાય પ્લાનની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં તમને ડેટા પણ સાથે આપવામાં આવી રહ્યો છે. જો તમે આ પ્લાન ખરીદો છો તો 10 GB Data આપવામાં આવી રહ્યો છે. એટલે તમે ફાસ્ટ ઈન્ટરનેટનો આનંદ પણ ઉઠાવી શકશો.


આ પણ વાંચોઃ ₹11 ના શેરમાં આવ્યું તોફાન, એક વર્ષમાં 122 રૂપિયા પર પહોંચ્યો ભાવ, ઈન્વેસ્ટરો ખુશ


Jio ના આ પ્લાનમાં SonyLIV, ZEE5, JioCinema Premium, Lionsgate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Plaet Marathi અને Chaupal ની સાથે DocuBay, EPIC ON અને Hoichoi નું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. તમે તેને 28 દિવસ માટે વાપરી શકો છો. 


કઈ રીતે કરશો રિચાર્જ
આ પ્લાન ખરીદવા માટે તમે ગમે તે એપનો ઉપયોગ કરી શકો છો. સાથે My Jio App ની મદદથી તમે આ પ્લાન ખરીદી શકો છો. અહીંથી પ્લાન ખરીદવાનો સૌથી મોટો ફાયદો છે કે તમારે એક્સ્ટ્રા ફી આપવાની રહેતી નથી. જ્યારે અન્ય પ્લેટફોર્મ પર ફી લાગે છે. તેથી તમે જિયોની સત્તાવાર એપનો ઉપયોગ કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube