JIO: રિલાયન્સ જિયોની વાત કરીએ તો કંપનીએ જુલાઈ મહિનામાં રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. રિચાર્જ મોંઘા થયા બાદ ઘણા ફેરફાર જોવા મળ્યા છે. કંપનીએ 1899 રૂપિયાનો એક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે આશરે 11 મહિના સુધીનો રિચાર્જ પ્લાન મળવાનો છે. આ પ્લાન તે લોકો માટે ઉપયોગી છે જે લાંબી વેલિડિટી શોધી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પ્લાનની ખાસિયત
પ્લાનની વાત કરીએ તો તેમાં અનલિમિટેડ કોલિંગ મળશે. સાથે દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવશે. યુઝર્સને ઘણા બેનિફિટ્સ આપવામાં આવશે જે તેને અલગ બનાવે છે. પરંતુ આ પ્લાન તે યુઝર્સ માટે નથી જેને વધુ ડેટાની જરૂર છે. કારણ કે આ પ્લાનમાં માત્ર 24 જીબી ડેટા આપવામાં આવે છે. આ ડેટા 11 મહિના માટે મળે છે. 


જિયોનો સસ્તો પ્લાન
રિલાયન્સ જિયો તરફથી આ પ્લાનમાં 5જી ડેટા આપવામાં આવતો નથી. પરંતુ આ પ્લાન જિયો સિનેમા, જિયોટીવી અને જિયો ક્લાઉડના સબ્સક્રિપ્શન સાથે આવે છે. તેવામાં ઓટીટી યુઝર્સ માટે આ સારો ઓપ્શન છે. આ સિવાય પ્લાનમાં તમને 11 મહિના સુધી અનલિમિટેડ કોલિંગનો લાભ તો મળશે. 


અન્ય પ્લાનમાં મળે છે વધુ ડેટા
રિલાયન્સ જિયોનો આ પ્લાન તેવા યુઝર્સ માટે ખુબ સારો છે જે ડેટાનો વપરાશ ઓછો કરે છે પરંતુ તેણે કોલિંગ કરવા માટે લાંબી વેલિડિટી જોઈએ છીએ. આ પ્લાનમાં મહિનાનો ખર્ચ 150 રૂપિયા કરતા ઓછો આવશે અને તમને 11 મહિના સુધી કોલિંગની મજા માણી શકશો.