Jioનો આ ખાસ પ્લાન, 395 રૂપિયામાં 3 મહિનાની વેલિડિટી, મળશે ફ્રી Data અને Calling ની મજા
જિયો તરફથી એક ખાસ રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવ્યું છે, જે એપ એક્સક્લૂસિવ રિચાર્જ પ્લાન છે. આવો તે વિશે જાણીએ.
નવી દિલ્હીઃ Jio તરફથી એક ખાસ પ્રકારનો રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવે છે, જે એપ એક્સક્લૂસિવ રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં 395 રૂપિયામાં 3 મહિનાની વેલિડિટી ઓફર કરવામાં આવે છે. સાથે કોલિંગ અને મેસેજિંગની સાથે ડેટાની સુવિધાઓ મળે છે. નોંધનીય છે કે જિયો એકમાત્ર એવી કંપની છે, જે સૌથી ઓછી કિંમતમાં રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવે છે. આવો આ વિશે વિસ્તારથી જાણીએ...
રિલાયન્સ જિયો (Reliance Jio) ના 395 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. આ પ્લાનમાં 6જીબી હાઈ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે 1000 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. મતલબ કે યૂઝર્સને 84 દિવસ સુધી ફ્રી ડેટા, કોલિંગ અને મેસેજિંગની મજા મળશે.
આ પણ વાંચોઃ સેનાની ગાડીઓમાં થઈ શકે છે આ ટાયરનો પ્રયોગ, આ ટાયર ક્યારેય નહીં થાય પંક્ચર!
84 દિવસ માટે મળશે ડેટા
આ 6 જીબી ડેટા 84 દિવસ માટે હશે. મતલબ કે તમે ઈચ્છો તો એક દિવસમાં 6 જીબી ડેટા પૂરો કરી શકો છો. અથવા તેનો ઉપયોગ 84 દિવસ સુધી કરી શકો છો. નોંધનીય છે કે આ પ્લાન ખાસ કરીને તે યૂઝર્સ માટે નથી જે દરરોજ વધુ ડેટાનો ઉપયોગ કરે છે. પરંતુ આ પ્લાન તે યૂઝર્સ માટે શાનદાર સાબિત થઈ શકે છે, જે સેકેન્ડ્રી સિમને એક્ટિવ રાખવા ઈચ્છે છે.
મળશે ફ્રી 5જીબી ડેટા
આ પ્લાનમાં ફ્રી અનલિમિટેડ 5G નેટવર્ક જિયો વેલકમ ઓફર હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. જેની મદદથી 1Gbps ડાઉનલોડિંગની મજા લઈ શકાય છે.
આ પણ વાંચોઃ રંગબેરંગી મોબાઇલના કવર સ્માર્ટફોન માટે નુકસાનકારક!, તમે પણ જાણી લો નુકસાન...
કઈ રીતે કરશો રિચાર્જ
આ પ્લાનને રિચાર્જ કરવા માટે My Jio App ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તેમાં લોગિન કરવું પડશે. લોગિન કર્યા બાદ તમે 395 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube