નવી દિલ્હી: જિયો અને એરટેલ બન્ને ટેલીકોમ કંપનીઓએ પોતાની 5જી સર્વિસેસ લોન્ચ કરી દીધી છે. બન્ને ઓપરેટર્સની 5જી સર્વિસેસ અલગ અલગ શહેરોમાં છે. જ્યાં એરટેલ 5જી પ્લસની સર્વિસ 8 શહેરોમાં શરૂ થઈ ગઈ છે. જ્યારે Jio True 5G હવે 5 શહેરોમાં ઉપલબ્ધ છે. આમ જોવા જઈએ તો બન્ને કંપનીઓ 5જી સર્વિસ ઓફર કરી રહી છે, પરંતુ બન્નેની સર્વિસેસમાં ઘણું અંતર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જિયોએ ચેન્નઈ અને રાજસ્થાનના નાથદ્વારામાં પોતાની 5જી સર્વિસની શરૂઆત કરી છે. નાથદ્વારામાં કંપનીએ Jio True 5G પાવર્ડ વાઈ-ફાઈ સર્વિસની શરૂઆત કરી છે. આવો જાણીએ જીયો અને એરટેલની 5જી સર્વિસમાં શું અંતર છે.


ટેક્નોલોજી
સૌથી પહેલા વાત કરીએ ટેક્નોલોજીની, તો બન્ને કંપનીઓ અલગ અલગ પ્લેટફોર્મ પર કામ કરે છે. તેના વિશે છેલ્લા કેટલાંક સમયથી ધણા બધા યૂઝર્સ વાત પણ કરી રહ્યા છે. જીયો અને એરટેલ 5જીના રોલઆઉટની ટેકનિક બિલકુલ અલગ છે.


જિયો સ્ટેંડઅલોન એટલે 5જી SA પર કામ કરી રહ્યું છે, જ્યારે એરટેલ નોન સ્ટેડઅલોન એટલે કે 5જી NSA પર કામ કરી રહ્યું છે.સ્ટેંડઅલોન સર્વિસ માટે 4જી કોરની જરૂર નથી અને આ એક સ્વતંત્ર ઈન્ફ્રાસ્ટ્રાક્ચર પર કામ કરે છે. જ્યારે 5જી NSA ટેક્નોલોજી 4જી કોર પર નિર્ભર છે. બન્ને પર તમને 4જીના મુકાબલે સારી સ્પીડ મળશે.


કયા શહેરોમાં મળશે સર્વિસ
બન્ને ટેલીકોમ ઓપરેટર્સની સર્વિસ મર્યાદિત શહેરોમાં ઉપલબ્ધ છે. જીયો 5જી સર્વિસ દિલ્હી, મુંબઈ, કોલકાતા, વારાણસી અને ચેન્નાઈમાં મળી રહી છે. નાથદ્વારામાં કંપની જીયો 5જી પાવર્ડ વાઈફાઈ સર્વિસ આપી રહી છે.


જ્યારે એરટેલની વાત કરીએ તો કંપનીએ 8 શહેરોમાં પોતાની સર્વિસ શરૂ કરી છે. યૂઝર્સને દિલ્હી, મુંબઈ, કોલકાતા, વારાણસી, ચેન્નાઈ, સિલીગુડી, નાગપુર, હૈદરાબાદ અને બેંગ્લુરુંમાં મળી રહી છે.


કયા સ્માર્ટફોનમાં મળશે સર્વિસ
બન્ને 5જી સર્વિસેસનો સપોર્ટ સૌથી વધુ 5જી સ્માર્ટફોન્સમાં મળશે. જે ફોન્સમાં હાલ 5જીને સપોર્ટ કરી રહ્યા નથી. તેમણે જલ્દી જ OTA અપડેટ જાહેર કરવામાં આવશે. હાલમાં OnePlus એ પોતાના અમુક ડિવાઈસેસ માટે ઓટીએ અપડેટ જાહેર કર્યું છે. અપડેટ બાદ આ ડિવાઈસેસ પર 5G સપોર્ટ મળવા લાગશે.


ફ્રી મળી રહી છે 5G સર્વિસ
બન્ને કંપનીઓએ હાલ પોતાની સર્વિસેસ માટે પ્લાનની જાહેરાત કરી નથી. જ્યાં જિયોની 5જી સર્વિસ માટે યૂઝર્સ વેલકમ ઓફર જોઈશે. જ્યારે એરટેલ યૂઝર્સને કોઈ ઓફરની જરૂર નથી.


જોકે, જિયો અનલિમિટેડ 5G ડેટા ઓફર કરી રહ્યું છે., જ્યારે એરટેલની સાથે એવું નથી. એરટેલ યૂઝર્સ પોતાના હાલના પ્લાનને 5જી સ્પીડ પર એન્જોય કરી શકે છે.