નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ તરફથી રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ જો તમે જિયો યૂઝર્સ છો અને ઓછા ડેટાનો યૂઝ કરો છો, તો તમારા માટે કંપની પાસે સૌથી સસ્તો પ્લાન છે. આ રિચાર્જ પ્લાનની કિંમત 75 રૂપિયા છે. આ પ્લાનમાં ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આવો તેના વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોના 75 રૂપિયાવાળા પ્લાન્સમાં મળશે આ બેનિફિટ્સ
જિયોનો 75 રૂપિયાવાળો પ્લાન કંપનીનો સૌથી સસ્તો ડેટા અને કોલિંગવાળો પ્લાન છે. જિયોના 75 રૂપિયાના પ્લાનમાં કુલ 23 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન ઓછો ડેટા વાપરતા યૂઝર્સ માટે ઉપયોગી છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100MB ડેટા ઓફર કરવામાં આવે છે. જ્યારે વેલિડિટી સાથે 23 દિવસ માટે કુલ 2.5 જીબી ડેટા મળે છે.   ડેટા પૂરો થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ લિમિટ ઘટીને 64kbps રહી જાય છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળે છે. સાથે 50 એસએમએસની સુવિધા આપવામાં આવે છે. જો અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં યૂઝર્સને ફ્રી ડેટા અને કોલિંગની સાથે Jio TV, Jio Cinema, jio Cloud, Jio Security નું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવે છે. 


આ પણ વાંચોઃ Whatsapp પર મળવા લાગ્યું મજેદાર ફીચર, તમે આ રીતે કરી શકો છો ઉપયોગ


ક્યાં કરાવશો રિચાર્જ?
જિયોના આ 75 રૂપિયાવાળા પ્લાનનું રિચાર્જ તમે જિયો વેબસાઇટ પરથી કરી શકો છો. સાથે My Jio App પર પણ રિચાર્જ કરવાની સુવિધા મળે છે. આ સિવાય તમે પેમેન્ટ એપ્લિકેશન પરથી પણ આ પ્લાનનો લાભ લઈ શકો છો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube