Long Validity Plan: Jio પોતાના સસ્તા રિચાર્જ માટે જાણીતું છે અને કંપની શાનદાર બેનિફિટ્સ આપે છે જેનો જબરદસ્ત ફાયદો ગ્રાહકોને મળે છે. પોસ્ટપેડ પ્લાન હોય કે પ્રીપેડ ફાયદા સતત મળતા રહે છે અને ગ્રાહકોના પૈસા વસૂલ થઈ જાય છે. જો તમે એક પ્રીપેડ પ્લાન ગ્રાહક છો અને તમને લાગે છે કે દર મહિને રિચાર્જ કરાવવામાંથી મુક્તિ મળી જાય તો અમે તમને આજે જિયોના એક શાનદાર પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. આ પ્લાન એકવાર એક્ટિવ કરાવ્યા બાદ તમારે ત્રણ મહિના સુધી રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો પ્લાનની વિગત
અમે જે પ્લાનની વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 719 રૂપિયા છે અને તેને એક્ટિવ કરાવ્યા બાદ ત્રણ મહિના એટલે કે 84 દિવસ સુધી રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. એકવાર તમે આ રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવશો તો અચાનક પ્લાન સમાપ્ત થવાની ચિંતા કરહેશે નહીં. તમે આ પ્લાનમાં ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને સાથે જિયો એપ્સની મજા માણી શકશો. 


આ પણ વાંચોઃ ગજબ ઓફર! 10 હજારની Calling Smartwatch માત્ર 2 હજારમાં, જાણો ડિઝાઇન અને ફીચર્સ


ક્યા બેનિફિટ્સ આ પ્લાનમાં છે સામેલ
જો વાત કરીએ આ પ્લાનમાં મળનારા બેનિફિટ્સની તો તેમાં તમને 84 દિવસની વેલિડિટી મળી રહી છે. કંપની આ પ્લાનમાં તમને 168 જીબી ડેટા આપી રહી છે. એટલે કે યૂઝર્સને દરરોજ બે જીબી હાઈસ્પીડ ઈન્ટરનેટનો લાભ મળશે. તો પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. આ પ્લાનમાં તમને જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ટીવી, જિયો ક્લાઉડ સહિત અન્ય એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube