જિયોની શાનદાર ઓફર, સસ્તી કિંમતમાં મળશે 13 OTT Apps અને 550 ટીવી ચેનલ્સ
રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને સસ્તા પ્રીપેડ પ્લાન્સની સાથે સસ્તો બ્રોડબેન્ડ પ્લાન પણ ઓફર કરે છે. જિયોએ પાછલા વર્ષે જિયો એર ફાઇબર સર્વિસને લોન્ચ કરી હતી. જિયો એર ફાઇબરમાં ગ્રાહકોને એક એવો પ્લાન મળે છે, જેમાં ઓછી કિંમતમાં 13 ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન મળે છે.
Reliance Jio Air Fiber cheapest Plan: ટેલીકોમ સેક્ટરની સાથે સાથે બ્રોડબેન્ડ સેક્ટરમાં પણ રિલાયન્સ જિયો નંબર એક કંપની છે. જિયોની પાસે આ સમયે 44 કરોડથી વધુ યૂઝર્સ છે. જો તમે પણ એવું કામ કરો છો જેમાં ઈન્ટરનેટનો વધુ ઉપયોગ થાય છે તો તમે જિયોની નવી ઈન્ટરનેટ સર્વિસ જિયો એર ફાઇબર તરફ જઈ શકો છો. જિયો પોતાની એર ફાઇબર સર્વિસમાં યૂઝર્સને હાઈ સ્પીડ ડેટા તો આપે છે, સાથે અન્ય ઓફર્સ પણ આપે છે.
તમને જણાવી દઈએ કે જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાતનું હંમેશા ધ્યાન રાખે છે. કંપની સસ્તા પ્રીપેડ પ્લાન્સ ઉપલબ્ધ કરાવવાની સાથે સસ્તા પોસ્ટ પેડ અને બ્રોડબેન્ડ પ્લાન્સ પણ ઓફર કરે છે. યૂઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખી કંપનીએ પાછલા વર્ષે જિયો એર ફાઇબર લોન્ચ કર્યું હતું. તેમાં યૂઝર્સને કેબલ વગર 1જીબી સુધીની હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ તો એર ફાઈબરમાં ઘણા પ્લાન છે, પરંતુ આજે અમે તમને એક સસ્તા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ.
જિયો એર ફાઈબરના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 599 રૂપિયાની સાથે આવે છે. તેમાં કંપની ગ્રાહકોને ફાસ્ટ ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ કરાવવાની સાથે ઓટીટી એપ્સનું ફ્રીમાં સબ્સક્રિપ્શન આપે છે.
આ પણ વાંચોઃ સ્માર્ટફોનનો ઉપયોગ રીલ્સ જોવાને બદલે આ 4 કામ માટે કરો, ચાર ગણી વધી જશે મંથલી ઈનકમ
જિયો એર ફાઈબરના 599 રૂપિયાવાળો પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં કંપની યૂઝર્સને 1000GB ડેટા ઉપલબ્ધ કરાવે છે. આ પ્લાનમાં કોઈ પ્રકારની ડેલી ડેટા લિમિટ નથી. જિયો એર ફાઇબર પ્લાન 30mbps ની સ્પીડથી ચાલે છે. જો તમે આ પ્લાન લો છો તો આ કિંમત જીએસટી વગરની છે. તમે જીએસટી ચુકવો એટલે કિંમત વધી શકે છે.
પ્લાનમાં મળશે આ ઓટીટી સબ્સક્રિપ્શન
જિયો એર ફાઇબરના આ પ્લાનમાં ગ્રાહકોને 13 ઓટીટી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. એટલે કે તમે ઓટીટી સ્ટ્રીમિંગનો શોખ ધરાવો છો તો તમારે અલગથી પૈસા ખર્ચ કરવા પડશે નહીં. જિયો એર ફાઈબરના આ પ્લાનમાં Disney+ Hotstar, Voot Select, SonyLIV, ZEE5, Voot Kids, Discovery+, Sun NXT, Hoichoi, Universal+, Lionsgate play, ALT Balaji, Eros Now, ShemarooMe, Jio Cinema અને Jio Saavn નું સબ્સક્રિપ્શન મળે છે.