નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો  (Reliance Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા  (Vi) એ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અને વારંવાર રિચાર્જ કરાવવાની મુશ્કેલી દૂર કરવા માટે એક વર્ષના રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાન દર મહિનના રિચાર્જ પ્લાનથી સસ્તા પડે છે અને તેમાં વધુ ફાયદો મળે છે. જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના આ પ્લાન્સનો ખર્ચ 125 રૂપિયાથી ઓછા છે. તો આવો જાણીએ એક વર્ષની વેલિડિટીવાળો ક્યો પ્લાન બેસ્ટ છે અને તેમાં ક્યા-ક્યા ફાયદા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરટેલના 1498 રૂપિયાવાળા પ્લાનમાં એક વર્ષની વેલિડિટી અને ફ્રી કોલિંગ
સૌથી પહેલા વાત કરીએ એરટેલના એક વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટીવાળા 1498 રૂપિયાના પ્લાન વિશે. આ પ્લાનનું રિચાર્જ કરાવવા પર તમને મહિનાનો ખર્ચ 124.8 રૂપિયા આપશે. એરટેલના આ પ્લાનમાં 24 જીબી ડેટા મળે છે. એરટેલના આ રિચાર્જ પ્લાનમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં 3600 SMS મળે છે અને 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. યૂઝર્સને એરટેલ એક્સટ્રીમ એપ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન્સ, અનલિમિટેડ ડાઉનલોડની સાથે વિંક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ Reliance Jio ની શાનદાર ઓફર, માત્ર 299 રૂપિયામાં મળશે 399 રૂપિયાનો રિચાર્જ પ્લાન, જાણો વિગત


જીયોનો એક વર્ષનો પ્લાન, 24જીબી ડેટા
રિલાયન્સ જીયોનો 1299 રૂપિયાનો પ્લાન સૌથી સારો છે. જીયોના આ પ્લાનમાં 336 દિવસની વેલિડિટી (11 મહિના) મળે છે. આ પ્લાનમાં મહિનાનો ખર્ચ 118 રૂપિયા આવે છે. તેમાં 24 જીબી ડેટા મળે છે, ડેટા લિમિટ પૂરી થયા બાદ તેની સ્પીડ  64 Kbps સુધી રહી જાય છે. આ રિચાર્જ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનમાં  3,600 SMS મળે છે. આ સાથે જીયો યૂઝર્સને JioTV, JioCinema, JioSaavn જેવી જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


વોડાફોન-આઈડિયાનો વાર્ષિક પ્લાન
તો Vodafone Idea ની પાસે પણ એક વર્ષ ચાલનારો સસ્તો પ્લાન છે. આ પ્લાન 1499 રૂપિયાનો છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે એક મહિનાનો ખર્ચ 124.91 રૂપિયા આવે છે. વોડાફોન-આઈડિયા  (Vi) ના 1499 રૂપિયાના પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, 3600 એસએમએસ અને 24 જીબી ડેટા મળે છે. એરટેલની જેમ વોડાફોન-આઈડિયા પણ અનલિમિટેડ કોલિંગનો લાભ આપી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube