નવી દિલ્હીઃ ભારતમાં જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા ત્રણ મુખ્ય ટેલીકોમ કંપનીઓ છે. ત્રણેયે પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. તેવામાં હવે ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડવાનો છે. જિયો અને એરટેલે પોતાના રિચાર્જ પ્લાન્સને 600 રૂપિયા સુધી મોંઘા કરી દીધા છે. જિયો અને એરટેલના રિચાર્જ પ્લાન્સની નવી કિંમતો 3 જુલાઈથી લાગૂ થશે જ્યારે વોડાફોન આઈડિયા 4 જુલાઈથી દેશભરમાં નવી કિંમતો લાગૂ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો. 12 વર્ષ બાદ નજીક આવશે બે મોટા ગ્રહ, આ જાતકોની બલ્લે-બલ્લે, નોકરી-ધંધામાં થશે લાભ 


એક વર્ષ માટે સસ્તો રિચાર્જ પ્લાન


પરંતુ એક એવી રીત છે જેનાથી તમે એક વર્ષ માટે સસ્તો રિચાર્જ પ્લાન મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે જિયો અને એરટેલે પોતાના 2999 રૂપિયાવાળા પ્લાનની કિંમત હવે 3599 રૂપિયા કરી દીધી છે. તો વીઆઈએ પોતાના 2899 રૂપિયાવાળા પ્લાનની કિંમત 3499 રૂપિયા કરી છે. પરંતુ અમે તમને એક એવું સોલ્યુશન જણાવી રહ્યાં છીએ જેનાથી તમે 3 જુલાઈ બાદ જૂના ભાવમાં ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો લઈ શકો છો.

આ પણ વાંચોઃ રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે નવો ટી20 કેપ્ટન? જય શાહનો મોટો સંકેત, નામ જાણી ચોંકશો


આ રીતે 365 દિવસ માટે સસ્તામાં મળશે રિચાર્જ
તમે જિયોના જૂના રેટમાં એક વર્ષ કોલિંગ અને ડેટા સાથે આવતા પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો. હકીકતમાં જિયો અને એરલેટના નવા રિચાર્જ રેટ 3 જુલાઈથી લાગૂ થશે. પરંતુ તમે 3 જુલાઈ પહેલા જિયોનો કોઈ વાર્ષિક પ્લાન લેશો તો તમારે એક વર્ષ સુધી કોઈ રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. 3 જુલાઈ સુધી કંપની જૂના રેટમાં પ્લાન્સ ઓફર કરી રહી છે, તેવામાં તમે એનુઅલ પ્લાન લઈ 600 રૂપિયા બચાવી શકો છો. 


આ પણ વાંચોઃ અનિલ અંબાણી: એક સમયે પત્નીના દાગીના વેચીને ભરી હતી ફી, આજે પુત્ર પલટી રહ્યો છે ભાગ્ય


તમને 340 રૂપિયાની બચત થશે


કિંમતો વધતા પહેલા રિચાર્જ કરાવવાથી તમારે કોઈ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે નહીં. જો તમે 3 જુલાઈ પહેલા અલગ-અલગ પ્લાન લઈને રિચાર્જમાં થનાર મોટા વધારાથી બચી શકો છો. તમને જણાવી દઈએ કે જિયોનો 336 દિવસવાળો પ્લાન 1559 રૂપિયામાં મળે છે, પરંતુ 3 જુલાઈ બાદ આ પ્લાન 1899 રૂપિયામાં મળશે. આ પ્લાનમાં કંપની યૂઝર્સને 24 જીબી ડેટા ઓફર કરી રહી છે. જો તમે આ પ્લાન લો તો તમને 340 રૂપિયાની બચત થશે.


આ પણ વાંચોઃ ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાત


Airtel નો એન્યુઅલ પ્લાન
એરટેલ પણ 3 જુલાઈ સુધી જૂના ભાવમાં રિચાર્જની ઓફર આપી રહ્યું છે. જો તમે 3 જુલાઈ પહેલા કોઈ વાર્ષિક પ્લાન લો છો તો તમને ઓછા ભાવમાં ડેટા અને કોલિંગની સુવિધા મળી જશે. તમને જણાવી દઈએ કે અત્યારે એરટેલના લિસ્ટમાં 2999 રૂપિયાનો વાર્ષિક પ્લાન હાજર છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. કંપની તેમાં તમને દરરોજ 2જીબી ડેટા ઓફર કરે છે. જો તમે 3 જુલાઈ પહેલા આ પ્લાનનું રિચાર્જ કરાવશો તો તમને 600 રૂપિયાનો ફાયદો થશે.