નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) એ પોતાની 44મી એજીએમમાં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન 'જીયોફોન નેક્સ્ટ' (Jiophone next) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ આ ફોન વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, હજુ પણ દેશમાં 30 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા નથી. તેમની પાસે સાદો ફોન છે. આવા લોકોની પહોંચ સ્માર્ટફોન સુધી બનાવવા માટે કંપની જીયોફોન નેક્સ્ટ રજૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન
જીયોફોન નેક્સ્ટ આ વર્ષે ગણેશ ચતુર્થી એટલે કે 10 સપ્ટેમ્બરે બજારમાં આવશે. આ ફોનને રિલાયન્સે ગૂગલની સાથે મળી તૈયાર કર્યો છે. આ ફોન એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ  (android operating system) પર ચાલશે. સ્માર્ટફોનમાં શાનદાર કેમેરા અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે. ફુકી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ભારત જ નહીં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો છે. 


આ પણ વાંચોઃ Google પ્લે સ્ટોરમાંથી હટાવાઈ આ ઇન્ડિયન એપ, 70 લાખ યૂઝર્સ થશે પ્રભાવિત


ભારત માટે તૈયાર કરાયો
પાછલા વર્ષે રિલાયન્સે ગૂગલની સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ નવા સ્માર્ટફોન વિશે કહ્યુ કે, અમારૂ આગલું પગલું ગૂગલ અને જીયોની સાથે મળી બનાવેલા એક નવા સસ્તા જીયો સ્માર્ટફોનની સાથે શરૂ થાય છે. તે ભારત માટે બનાવવામાં આવ્યો છે. આ તે લાખો નવા યૂઝર્સો માટે નવી સંભાવનાઓ ખોલશે જે પ્રથમવાર ઈન્ટરનેટનો ઉપયોગ કરશે. ગૂગલ ક્લાઉડ અને જીયો વચ્ચે એક નવી 5G ભાગીદારી એક અબજથી વધુ ભારતીયોને ઝડપી ઇન્ટરનેટ સાથે જોડવામાં મદદ કરશે તથા ભારતના ડિજિટલીકરણના આગામી તબક્કાનો પાયો નાખશે. 


ભારતને 2જી મુક્ત બનાવવાનો પ્રયાસ
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, 5જી ઇકો સિસ્ટમ વિકસિત કરવા અને 5જી ઉપકરણોની એક સિરીઝ વિકસિત કરવા માટે અમે વૈશ્વિક ભાગીદારોની સાથે કામ કરી રહ્યાં છીએ. Jio ન માત્ર ભારતને 2જી મુક્ત કરી રહ્યું છે, પરંતુ 5જી યુક્ત પણ કરી રહ્યું છે. 


મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જીયો ડેટા વપરાશના મામલામાં વિશ્વમાં બીજા નંબરનું નેટવર્ક બની ગયું છે. રિલાયન્સ જીયોના નેટવર્ક પર 630 કરોડ ડેટાનો દર મહિને વપરાશ થાય છે. જે પાછલા વર્ષની તુલનામાં 45 ટકા વધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube