Jio Best Plan under 1000: 336 દિવસની વેલિડિટી સાથે આવશે આ ધાંસૂ પ્લાન, ડેટા, કોલિંગ સાથે મળશે આ બેનિફિટ્સ
Jio Best Plan under 1000: શું તમે 1 વર્ષની વેલિડિટી સાથે આવનાર રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો તો તમે જિયોનો 336 દિવસની વેલિડિટી સાથે આવનાર પ્લાન પસંદ કરી શકો છો.
નવી દિલ્હીઃ Jio Best Plan under 1000: રિલાયન્સ જિયો તરફથી પોતાના યૂઝર્સને ઘણા પ્લાન ઓફર કરવામાં આવે છે. જેમાંથી ઘણા પ્લાન પૈસા વસૂલ હોય છે. અલગ-અલગ દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં ઘણા પ્રકારના બેનિફિટ્સ આપવામાં આવે છે.
જો તમે 1 વર્ષનું રિચાર્જ કરાવવાનું પસંદ કરો છો કે પછી તમે કોઈ એવા પ્લાનને શોધી રહ્યાં છો જેની વેલિડિટી વધુ હોય સાથે અન્ય લાભ પણ મળે તો તમે જિયોનો એક ખાસ પ્લાન (Jio Best Plan under 1000) લઈ શકો છો. આજે અમે તમને 336 દિવસની વેલિડિટી સાથે આવનાર શાનદાર પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ, જે યૂઝર્સો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. આવો તમને આ પ્લાનની વિગતવાર માહિતી આપીએ.
આ પણ વાંચોઃ Auto Update System: હવે તમામ ડિજીલોકર દસ્તાવેજો આધારથી થશે ઓટો અપડેટ
જિયોનો 336 દિવસની વેલિડિટીવાળો પ્લાન
જિયો તરફથી 336 દિવસની વેલિડિટી સાથે પ્લાન ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની કિંમત 899 રૂપિયા છે, જે 12 સાઇકલ્સ તરીકે 28 દિવસમાં આવે છે. તેમાં દર 28 દિવસ માટે 2જીબી ડેટા ઉપલબ્ધ છે, જે કુલ મળીને 24 જીબી ડેટાની સુવિધા આપે છે. ડેટા લીમિટ પૂરી થવા પર ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64 Kbps થઈ જાય છે.
Jio Rs 899 Plan Benefits
જિયોના 899 રૂપિયાવાળા પ્લાનના અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં દર 28 દિવસ બાદ 50 SMS ની સુવિધા મળે છે. તેમાં ગમે તે નંબર પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય પ્લાનની સાથે JioCloud, JioCinema, JioTV, JioSecurity જેવી એપ્સનું ફ્રી એક્સેસ મળે છે.
આ પણ વાંચોઃ JIO આપી રહ્યું છે એક મહિનાનું FREE રિચાર્જ, દરેક યૂઝર્સ માટે આવી મોટી OFFER
જિયોના આ યૂઝર્સને મળશે પ્લાનનો ફાયદો
જિયોનો 899 રૂપિયાવાળો પ્લાન માત્ર JioPhone યૂઝર્સ માટે છે. હકીકતમાં જિયો તરફથી 899 રૂપિયાનો પ્લાન માત્ર તે જિયો નંબર પર આપવામાં આવી રહ્યો છે, જે જિયો ફોન યુઝ કરી રહ્યાં છે. જો તમારી પાસે જિયોનું સિમ છે અને જિયોનો ફોન છે તો તમે 899 રૂપિયાનું રિચાર્જ કરાવી 336 દિવસની વેલિડિટીનો ફાયદો ઉઠાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube