ફ્રી OTT, અનલિમિટેડ કોલિંગ અને ડેટા.... આ છે રિલાયન્સ Jioનો સૌથી કમાલનો પ્લાન
Jio Best Recharge Plan: આજે અમે તમને ઓછી કિંમતમાં ઓટીટી સહિત અન્ય બેનિફિટ્સની સાથે આવનાર જિયોના સસ્તા પ્લાનની માહિતી આપવાના છીએ.
નવી દિલ્હીઃ Jio Best Recharge Plan: વાત જ્યારે રિચાર્જ પ્લાન પસંદ કરવાની આવે છે તો આપણે એવો પ્લાન શોધીએ છીએ જેમાં ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સ મળતા હોય. ટેલીકોમ કંપનીઓમાં સૌથી વધુ પ્રસિદ્ધ રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સ માટે ઘણા બેનિફિટ્સની સાથે ધાંસૂ પ્લાન ઓફર કરે છે.
જિયોની પાસે પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત પોસ્ટપેડ પ્લાન છે, જેમાંથી એક પ્લાનની માહિતી આજે અમે તમને આપી રહ્યાં છીએ. આવો જાણીએ ક્યા પ્લાનમાં ઓછી કિંમતમાં ઓટીટી સહિત અન્ય બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે.
આ છે જિયોનો દમદાર પ્લાન (Jio Best Recharge Plan)
જિયો તરફથી 399 રૂપિયાનો એક પોસ્ટપેડ પ્લાન ઓફર કરવામાં આવે છે. 400 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાન ઘણા બેનિફિટ્સ ઓફર કરવામાં આવે છે. ઓટીટી બેનિફિટ્સ સિવાય તમે કોલિંગ, એસએમએસ અને ડેટાનો લાભ લઈ શકો છો.
આ પણ વાંચોઃ માત્ર 399 રૂપિયામાં ખરીદો Redmi નો શાનદાર ફોન, એમેઝોન આપી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Jio Rs 399 Plan Benefits
જિયોના 399 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન ઓલ ઈન્ડિયા કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. આ સિવાય 75 જીબી ડેટાનો બેનિફિટ મળે છે. આ સિવાય પ્લાનમાં તમને 200GB ડેટા રોલઓવરની પણ ઓફર કરવામાં આવે છે.
Jio 399 Plan Details
જિયો તરફથી 399 રૂપિયાનો આ સૌથી સસ્તો પ્લાન ઓફર કરવામાં આવે છે, જેમાં Netflix અને Amazon Prime નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જો તમે એક પ્રીપેડ યૂઝર છો તો તમે પોસ્ટપેડ કનેક્શન પર સ્વિચ કરી શકો છો.
નોંધનીય છે કે જિયો તરફથી 399 રૂપિયાનો ફાઇબર પ્લાન પણ ઓફર કરવામાં આવે છે, જેમાં અનલિમિટેડ ડેટા મળે છે. તેની સ્પીડ 30 Mbps હોય છે અને તેમાં અનલિમિટેડ વોયસ કોલિંગની સુવિધા મળે છે. વાત કરીએ વેલિડિટીની તો તેમાં 30 દિવસની વેલિડિટી મળે છે. જીએસટી લાગ્યા બાદ તેની કિંમત વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube