નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયોની પાસે આ સમયે કુલ 44 કરોડથી વધુ યૂઝર્સ છે. પોતાના કરોડો યૂઝર્સ માટે કંપની નવી નવી ઓફર લાવતી રહે છે. જિયોએ પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે પ્લાનને ઘણી કેટેગરીમાં ડિવાઇડ કરી રહ્યાં છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાન્સની પસંદગી કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારે વધુ ડેટાની જરૂર હોય તો અમે તમને રિલાયન્સ જિયોના એક એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જેમાં કંપની સસ્તા ભાવમાં વધુ ડેટા ઉપલબ્ધ કરાવે છે. જિયોના આ પ્લાનની સૌથી મોટી ખાસ વાત છે કે કંપની તેમાં ગ્રાહકોને 25 રૂપિયાનો ડેટા સંપૂર્ણ રીતે ફ્રી આપે છે. આવો આ પ્લાન વિશે જાણીએ..


અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા
જિયોના જે પ્રીપેડ પ્લાનની વાત અમે કરી રહ્યાં છીએ તે માત્ર 219 રૂપિયાનો આવે છે. જો તમે આ પ્લાન લો તો તમને 14 દિવસની વેલિડિટી મળે છે. તમે 14 દિવસ માટે ગમે તે નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકો છો. આ સાથે તમને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.


આ પણ વાંચોઃ માત્ર 7499 રૂપિયામાં 8GB રેમ અને 50MP નો કેમેરો, આ કંપનીએ લોન્ચ કર્યો ધમાકેદાર ફોન


પ્લાનમાં મળશે ભરપૂર ડેટા
જો જિયોના આ પ્લાનમાં મળનાર ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં યૂઝર્સને 14 દિવસની વેલિડિટી માટે કુલ 42 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને 25 રૂપિયાનો 2GB ડેટા ફ્રી આપી રહી છે. એટલે કે તમને કુલ 44 જીબી ડેટા મળે છે. 


નોર્મલ તમામ રેગુલર રિચાર્જ પ્લાન્સની જેમ જિયોના આ પ્લાનમાં ગ્રાહકોને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિપ્શન હોવાને કારણે તમે ફિલ્મ, વેબ સિરીઝ અને બીજા ટીવી શોની મજા માણી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube