Reliance Jio Plan: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના સસ્તા પ્લાન માટે જાણીતી છે. સસ્તો હોવાની સાથે તેમાં મળનાર લાભ પણ જોરદાર હોય છે. આજે અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે માહિતી આપીશું. આ પ્લાનમાં યૂઝર્સને ડેટા, કોલિંગ અને એસએમએસનો ફાયદો મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો સૌથી સસ્તો પ્લાન
જિયોના સૌથી સસ્તા પ્લાનની શરૂઆત 149 રૂપિયાથી થાય છે. આ રિચાર્જમાં જિયો યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી એસએમએસ જેવા ઘણા બેનિફિટ્સ મળે છે. જિયોના આ પ્લાનની ડીટેલ અને તેમાં મળનાર ફાયદા વિશે વિગતવાર જાણીએ...


જિયોના સૌથી સસ્તા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ સિવાય યૂઝર્સને દરરોજ 1જીબી ડેટાનો પણ લાભ મળે છે. આ પ્લાનની કિંમત 149 રૂપિયા છે. જિયોનો આ પ્લાન 20 દિવસની વેલિડિટી સાથે આવે છે. એટલે કે યૂઝર્સને કુલ 20 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં 100 એસએમએસનો પણ લાભ મળે છે. 


આ પણ વાંચોઃ Jio યૂઝર્સને મોજ, આ રિચાર્જ પ્લાનની સાથે મળી રહ્યું છે જોરદાર કેશબેક


જિયોનો 179 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જિયોના સસ્તા પ્લાનમાં એક પ્લાન 179 રૂપિયાનો છે. 179 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળે છે. સાથે 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને 24 દિવસની વેલિડિટી મળે છે. સાથે યૂઝર્સ જિયો એપ્સનું પણ સબ્સક્રિપ્શન મેળવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube