નવી દિલ્હીઃ સસ્તા રિચાર્જ પ્લાનની વાત આવે એટલે રિલાયન્સ જિયોનો જરૂર ઉલ્લેખ થાય છે. રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. દેશભરમાં આશરે 49 કરોડ યૂઝર્સ રિલાયન્સ જિયોની સર્વિસનો ઉપયોગ કરે છે. ગ્રાહકોની સુવિધા માટે જિયોએ પોતાના પોર્ટફોલિયોમાં ઘણા પ્લાન સામેલ કર્યાં છે. જિયોના લિસ્ટમાં તમને સસ્તા અને મોંઘા બંને પ્રકારના પ્લાન્સ મળે છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે તમારા સ્માર્ટફોનમાં જિયોનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. જિયોએ જ્યારથી પોતાના રિચાર્જ પ્લાનની કિંમતો વધારી છે ત્યારથી યૂઝર્સ લાંબી વેલિડિટીવાળા પ્લાન શોધી રહ્યાં છે. તે માટે કંપની પાસે ઘણા વિકલ્પ હાજર છે. જિયોના લિસ્ટમાં એક એવો પ્લાન છે, જેમાં યૂઝર્સને ત્રણ મહિના કરતા વધુ વેલિડિટી મળે છે. 


અમે તમને રિલાયન્સ જિયોના એક એવા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ, જેમાં તમને લાંબી વેલિડિટી મળે છે સાથે એન્ટરટેઈનમેન્ટ અને ઈન્ટરનેટ સંબંધિત બીજા કામ માટે ખુબ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આવો તમને તેના વિશે જાણકારી આપીએ.


આ પણ વાંચોઃ ફ્રોડથી બચવા Google એ લોન્ચ કર્યું ખાસ ફીચર, હવે મળી જશે Spam Calls એલર્ટ


Reliance Jio ના ધાંસૂ રિચાર્જ પ્લાન
રિલાયન્સ જિયોના જે રિચાર્જ પ્લાનની વાત અમે કરી રહ્યાં છીએ તે 999 રૂપિયામાં આવે છે. તમે એક હજારથી ઓછા રૂપિયાના ખર્ચમાં ત્રણ મહિના કરતા વધુ સમયની વેલિડિટી મેળવી શકો છો. કંપની આ પ્લાનમાં યૂઝર્સને 98 દિવસની લાંબી વેલિડિટી ઓફર કરી રહી છે. તમે 98 દિવસ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગની મજા માણી શકો છો.


આ પ્લાનમાં મળનાર ઈન્ટરનેટ ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં તમને 98 દિવસ માટે કુલ 196GB ડેટા મળે છે. તમે દરરોજ 2જીબી હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય જિયોનો આ પ્લાન ટ્રૂ 5G સાથે આવે છે એટલે કે તમારા વિસ્તારમાં 5જી સેવા ચાલું છે તો તમને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ મળશે. 


OTT નો મળશે ફાયદો
જિયોના આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને રેગુલર પ્લાન્સની જેમ તેમાં પણ કેટલાક એડિશનલ બેનિફિટ્સ આપે છે. જો તમે ઓટીટી સ્ટ્રીમિંગ કરો છો તો જિયો સિનેમાનો ફાયદો ઉઠાવી શકો છો. આ સિવાય પ્લાનમાં જિયો ટીવી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.