366 દિવસની વેલિડિટી અને દરરોજનો ખર્ચ માત્ર 4.64 રૂપિયા, જિયોનો દમદાર પ્લાન
Reliance Jio Recharge Plans: જિયોની પાસે જે ગ્રાહકોને લાંબી વેલિડિટીની જરૂર છે તેના માટે એક દમદાર પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને સસ્તી કિંમતમાં 336 દિવસની વેલિડિટી મળશે.
નવી દિલ્હીઃ ઘરમાં જો વાઈ-ફાઈની સુવિધા હોય તો પછી મોબાઇલ ડેટાનો ઉપયોગ માત્ર ઘરની બહાર કરવો પડે છે, તેવામાં મોબાઇલ રિચાર્જ પર વધુ પૈસા ખર્ચ કરવા કોઈને પસંદ આવતા નથી. યૂઝર્સની આ પરેશાનીને જોતા મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોની પાસે એક એવો વેલ્યૂ પ્લાન છે, જે સૌથી અફોર્ડેબલ પેક છે અને 336 દિવસની વેલિડિટી આપે છે. જી હાં, ઓછી કિંમતમાં 336 દિવસ સુધી ડેટા, કોલિંગ અને એસએમએસ બધુ જ.
Reliance Jio 1559 Plan Details
આ જિયો પ્લાનની સાથે મુકેશ અંબાણીની કંપની પોતાના યૂઝર્સને અનલિમિટેડ ફ્રી વોઇસ કોલિંગની સાથે 3600 એસએમએસ અને 24 જીબી ડેટા ઓફર કરે છે. તમે વિચારી રહ્યાં હશો કે ડેટા માત્ર 24 જીબી છે તો, તમને જણાવી દઈએ કે આ પ્લાન તે ગ્રાહકોને પસંદ આવે છે જે ડેટા નહીં પરંતુ લાંબી વેલિડિટી શોધી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Jio Prepaid Plan: આ છે જિયોના દમદાર પ્લાન, ડેટા-કોલિંગ સાથે મળશે એસએમએસનો ફાયદો
હાઈ-સ્પીડ ઇન્ટરનેટ તો તમને 24 જીબી ડેટા સુધી મળતું રહેશે પરંતુ ડેટા લિમિટ પૂરી થયા બાદ ડેટા સ્પીડ ઘટીને 64 કેબીપીએસ રહી જશે.
Jio 1559 Plan: અન્ય બેનિફિટ્સ
આ જિયો પ્રીપેડ પ્લાનની સાથે યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા સિવાય જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે. તમારા લોકોની જાણકારી માટે જણાવી દઈએ કે 336 દિવસની વેલિડિટીવાળો પ્લાન અન્ય કોઈ કંપની એરટેલ, વોડાફોનની પાસે નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube