JIO ની મોટી તૈયારી, હવે ફ્રીમાં નહીં મળે આ સર્વિસ, મહિને ભરવા પડશે રૂપિયા, જાણો વિગત
Jio Voot Subscription: જિયો સિનેમાનું ફ્રી એક્સેસ જલદી પૂરુ થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે તો કંપની આ પ્લેટફોર્મને રિબ્રાન્ડ કરી શકે છે અને તેનું નામ જિયો વૂટ હશે. આ પ્લેટફોર્મ માટે યૂઝર્સે સબ્સક્રિપ્શન ખરીદવું પડશે.
નવી દિલ્હીઃ Jio Cinema આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ આઈપીએલ 2023ની સીઝન છે. આ પ્લેયફોર્મ પર આઈપીએલનું ફ્રી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ભલે પછી તે જિયો યૂઝર હોય કે નહીં. કંપની આ સર્વિસ ફ્રીમાં આવી રહી છે, પરંતુ હંમેશા તે ફ્રી રહેશે નહીં. જિયો સિનેમાના પેડ વર્ઝન અને તેનું રિબ્રાન્ડિંગને લઈને ઘણા રિપોર્ટ્સ આવી રહ્યાં છે.
રિપોર્ટ પ્રમાણે કંપની આ પ્લેટફોર્મને Jio Voot ના નામથી રિબ્રાન્ડ કરી શકે છે. Voot Viacom 18 નું જ એક ઓટીટી પ્લેટફોર્મ છે. ચર્ચા છે કે આઈપીએલ બાદ રિલાયન્સ જિયો સિનેમા અને વૂટને એક સાથે મર્જ કરી દેશે. આવો જાણીએ તેની વિગત..
શું છે જિયોનું પ્લાનિંગ?
તેની ચર્ચા onlytech પર એક કમ્યુનિટી પોસ્ટ બાદ શરૂ થઈ છે. આ પોસ્ટમાં જિયોવૂટ ના સબ્સક્રિપ્શન પ્લાનની પણ જાણકારી આપવામાં આવી છે. જિયો પોતાના ઓટીટી પ્લેટફોર્મ જિયો સિનેમાને છેલ્લા કેટલાક સમયથી સતત પ્રમોટ કરી રહ્યું છે. કંપનીએ ફિફા વિશ્વકપને પણ ફ્રીમાં ટેલિકાસ્ટ કર્યો હતો.
આ પણ વાંચોઃ મોબાઈલમાં બેટરી ઓછી તો વધશે કેબનું ભાડું, આ ટ્રિકથી લોકોના ખિસ્સા થઈ રહ્યા છે ખાલી
આ સર્વિસ માત્ર જિયો યૂઝર્સ માટે નહીં, પરંતુ બધા યૂઝર્સ માટે છે. તેના પર આઈપીએલ 2023નું પણ ફ્રી પ્રસારણ થઈ રહ્યું છે, પરંતુ હવે લાગે છે કે આ સર્વિસ વધુ સમય ફ્રી રહેશે નહીં. રિપોર્ટ્સ પ્રમાણે આપીએલ સીઝન બાદ જિયો સિનોમાનું નામ બદલીને Jio Voot થઈ શકે છે.
Jio Voot ના સબ્સક્રિપ્શન માટે આપવા પડશે રૂપિયા
આ ડિટેલ જિયો સિનેમાના APK માં સ્પોટ કરવામાં આવી છે. આ સિવાય બીજી પણ કેટલીક માહિતી સામે આવી છે. કમ્યુનિટી પોસ્ટમાં યૂઝર્સે તેની ડિટેલ્સનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો છે.
હાલમાં રિલાયન્સના મીડિયા અને કન્ટેન્ટ બિઝનેસના પ્રેસિડેન્ટ જ્યોતિ દેશપાંડેએ એક ઈન્ટરવ્યૂમાં તેની હિંટ આપી હતી. તેમણે કહ્યું હતું કે જલદી નવા ફેરફાર થશે અને જિયો સિનેમામાં નવા કન્ટેન્ટ જોવા મળશે. તેમ લાગે છે કે રિબ્રાન્ડિંગનો એક ભાગ હશે.
આ પણ વાંચોઃ Jio લાવ્યું પૈસા વસૂલ Plan! ઓછી કિંમતમાં 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને ઈન્ટરનેટ
આ સિવાય કંપની આઈપીએલ 2023 બાદ સબ્સક્રિપ્શન મોડલ પર સ્વિચ કરી શકે છે. તે વિશે પણ જ્યોતિ દેશપાંડેએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે નવા કન્ટેન્ટ એક કિંમત પર આવશે. કંપની પ્રાઇઝ પર કામ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે Jio Vootનું સબ્સક્રિપ્શન 99 રૂપિયાથી શરૂ થઈ શકે છે.
હાલમાં જિયો સ્ટૂડિયોએ પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સના સ્લેટ એનાઉન્સ કર્યાં હતા. તે પ્રમાણે જિયો સ્ટૂડિયો બ્રાન્ડ 100 ઓરિજનલ પ્રોડક્ટ્સ લઈને આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube