Jio Cinema New Subscription Plan: જિયો સિનેમાએ પોતાના ગ્રાહકો માટે આજે સવારે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. નવા જિયો સિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન સાથે જિયો સિનેમા યૂઝર્સ હોલીવુડ મૂવી, ટીવી શો, સહિત પ્રીમિયમ કન્ટેન્ટ ખુબ જ ઓછા ભાવે એક્સેસ કરી શકશે. નવા જિયો સિનેમા સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત 29 રૂપિયા માસિકથી શરૂ તયા છે. વાયકોમ18ના માલિકીહકવાળા OTT પ્લેટફોર્મે પોતાના નવા પ્લાન સાથે ઓટીટી માર્કેટમાં ધમાકો કરી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી Over The Top (OTT) પ્લેટફોર્મ પાસે 99 રૂપિયા પ્રતિ માસ અને 999 રૂપિયા પ્રતિ વર્ષવાળા બે સબસ્ક્રિપ્શન પ્લાન હતા. પરંતુ હવે તેમની કિંમતમાં બે તૃતિયાંશ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પ્લાન એડ ફ્રી નહતા. 


Jio Cinema 29 Rupees Subscription Premium Plan
હવે વાત કરીએ નવા 29 રૂપિયાવાળા નવા પ્રીમીયમ પ્લાનની તો કંપનીનું કહેવું છે કે આ નવા સબસ્ક્રિપ્શન સાથે યુઝર્સ 4K ક્વોલિટીમાં મૂવી, ટીવી સિરીઝ, અને કિડ્સ પ્રોગ્રામિકની મજા ઓનલાઈવ અને ઓફલાઈન મોડમાં લઈ શકશે. યૂઝર્સ કોઈ પણ ડિવાઈસ પર પાંચ ભાષાઓમાં આ કન્ટેન્ટ જોઈ શકશે. 


નવા જિયોસિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન આજથી રિચાર્જ માટે ઉપલબ્ધ છે. આ એક એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન છે એટલે કે એક્સક્લૂઝિવ સિરીઝ, મૂવીઓ, હોલીવુડ, કિડ્સ અને ટીવી કન્ટેન્ટને જાહેરાતો વગર જોઈ શકશો. આ પ્લાનને ટીવી, મોબાઈલ, ટેબલેટ અને લેપટોપ પર એક્સેસ કરી શકાય છે. 


ઓટીટી પ્લેટફોર્મ એક ફેમિલી પ્લાન પણ ઓફર કરે છે. જેની કિંમત 89 રૂપિયા માસિક છે. આ પ્લાનમાં જિયોસિનેમા યૂઝર્સની સાથે 4 ડિવાઈસમાં સ્ક્રીન એક્સેસ કરી શકો છો. એટલે કે એક સાથે ચાર લોકો એક જ જિયો સિનેમા સબસ્ક્રિપ્શન દ્વારા કન્ટેન્ટ જોઈ શકશે. અત્રે જણાવવાનું કે જિયો સિનેમા પર સ્પોર્ટ્સ કન્ટેન્ટ જેમ કે આઈપીએલ  વગેરે પહેલાની જેમ જ ફ્રી રહેશે. પ્લેટફોર્મના એડ સપોર્ટેડ ઓફર હેઠળ ટાટા આઈપીએલ 2024ની આખી સીઝનની બધી મેચો જિયોસિનેમા પર વિનામૂલ્યે જોઈ શકાય છે. 


જિયો સિનેમા પર પ્રીમીયમ મેમ્બર્સને દુનિયાભરની મોટી ગ્લોબલ સિરીઝ અને મૂવી પ્રીમીયરનું એક્સેસ મળે છે. આ પ્લેટફોર્મ પર ગેમ ઓફ થ્રોન્સ, હાઉસ ઓફ ધ ડ્રેગન, Oppenheimer, Barbi સહિત હિન્દી, તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી ભાષાઓની બધી મોટી મોટી મૂવીઓ, ટીવી શો અને વેબસિરીઝ ઉપલબ્ધ છે. આ ઉપરાંત જિયોસિનેમા યૂઝર્સને કલર્સ, Nickelodeon અને કલર્સની તમામ પ્રાદેશિક ભાષાઓની ચેનલનું એક્સેસ પણ મળશે. એટલે કે ટીવી પર આવતા પહેલા જ તેઓ સિરિયલ્સ જોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube