નવી દિલ્હીઃ Jio Ka sabse Sasta Plan: સૌથી સસ્તા અને વધુ બેનિફિટ્સ વાળા રિચાર્જ પ્લાનની વાત આવે છે, તો રિલાયન્સ જિયોનું નામ લોકોના મગજમાં સૌથી પહેલા આવે છે. આવું એટલા માટે કારણ કે રિલાયન્સ જિયોની પાસે દરેક યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે પ્લાન્સ ઉપલબ્ધ છે. જિયોની પાસે એક બાદ એક પ્લાન્સનું લાંબુ લિસ્ટ છે. તેમ છતાં જિયો કંપની પોતાના ગ્રાહકો માટે નવા-નવા પ્લાન લોન્ચ કરતી રહે છે. જિયો દેશની નંબર વન ટેલીકોમ કંપની છે. જિયોના પ્લાન્સે એરટેલ, વોડાફોન અને બીએસએનએલના પરસેવા છોડાવી દીધા છે. જો તમે રિલાયન્સ જિયોના યૂઝર્સ છો તો અમે તમને કંપનીના એક દમદાર પ્લાન વિશે માહિતી આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio ₹ 2545 Plan
રિલાયન્સ જિયો પોતાના દરેક યૂઝર્સનું ધ્યાન રાખે છે. જિયોના 2545 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને 336 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે જિયો ગ્રાહક ટોટલ 504 GB ડેટાનો લાભ ઉઠાવી શકે છે. પ્લાનમાં વાતચીત કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. 


આ પણ વાંચોઃ Smartphone Hacks: જુનો ફોન વેંચશો ત્યારે મળશે મોં માંગ્યા ભાવ, ફોનમાં કરો આ સેટિંગ


આ સિવાય પ્લાનમાં દરરોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યાં છે. જો તમે દર મહિને રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો આ પ્લાન બેસ્ટ રહેશે. ડેલી ડેટા ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps રહી જાય છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સિવાય તમે ફ્રીમાં ટીવી પણ જોઈ શકો છો, કારણ કે JioTV, JioCinema અને JioCloud નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 


જિયોનો આ પ્લાન તે લોકો માટે સારો સાબિત થઈ શકે છે, જેને દરરોજ વધુ ડેટાની જરૂર પડે છે. જે લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે તે પણ આ પ્લાનનો ફાયદો ઉઠાવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube