Jio 84 દિવસની વેલિડિટીવાળો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલની સાથે મળશે ઈન્ટરનેટ ફ્રી
Jio Plan: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન ઓફર કરી રહી છે. જિયોના પોર્ટફોલિયોમાં તમામ પ્રકારના પ્લાન ઉપલબ્ધ છે. જે લોકોને લાંબી વેલિડિટી જોઈએ તેના માટે 395 રૂપિયાનો એક પ્લાન છે.
Reliance Jio: રિલાયન્સ જિયો ઘણા એવા પ્લાન આપી રહ્યું છે, જેમાં 84 દિવસની વેલિડિટી મળે છે. તમે પણ જિયોની લાંબી વેલિડિટીવાળા પ્લાન શોધી રહ્યાં છો તો આ પ્લાન તમને કામ આવી શકે છે. જિયોનો 395 રૂપિયાનો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન અઢી મહિનાથી વધુનું વેલિડિટી ગ્રાહકોને આપી રહ્યો છે. જિયોના સસ્તા પ્લાનમાં લાંબી વેલિડિટી અને ફ્રી ડેટાનો ફાયદો મળે છે. જો તમે પણ જિયો પ્રીપેડ ગ્રાહક છો અને 3 મહિનાનો પ્લાન શોધી રહ્યાં છો તો તમારા માટે એક બેસ્ટ પ્લાન છે.
જિયોનો 395 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો 395 રૂપિયાનો પ્લાન તે ગ્રાહકો માટે છે, જે લાંબી વેલિડિટી જોઈ રહ્યાં છે. જિયોના 395 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળે છે. તેમાં ગ્રાહકોને કુલ 6જીબી ડેટા મળશે. તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 1000 એસએમએસ મળશે. તમારા ડેટા પ્લાનની લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે.
આ પણ વાંચોઃ WhatsApp લાવ્યું Instagram જેવું ફીચર! હવે ચલાવી શકશો એકસાથે બે એકાઉન્ટ
જિયોના 84 દિવસના પ્લાનના ફાયદા
આ 395 રૂપિયાના જિયો પ્લાનમાં ગ્રાહકોને ઈન્ટરનેટ ડેટા, કોલિંગ અને એસએમએસ સિવાય અન્ટ બેનિફિટ્સ પણ મળે છે. તેમાં જિયો ટીવી, જિયો સિનેમાનું એક્સેસ અને જિયો ક્લાઉડનું એક્સેસ મળે છે. જો તમારો ફોન 5જી એરિયામાં છે તો તમને આ પ્લાનમાં 5જી સર્વિસ મળશે. આ પ્લાન તે યૂઝર્સ માટે બેસ્ટ છે, જે ઓછી કિંમતમાં લાંબી વેલિડિટી શોધી રહ્યાં છે.
વધુ ડેટા માટે 299 રૂપિયાનો પ્લાન બેસ્ટ
299 રૂપિયાવાળા જિયોના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને 2જીબી ડેટા પ્રમાણે કુલ 56 જીબી ડેટા મળે છે. ડેલી ડેટા લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે. આ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube