જરૂર પડ્યે યૂઝર્સને 5GB ડેટા ફ્રી આપશે Jio! બસ કરવું પડશે આ એક કામ
આજના સમયમાં તમામ કંપનીઓ અનેક એવા પ્લાન લઈને આવે છે જેનાથી તેમના યૂઝર્સને વધુમાં વધુ ફાયદો થઈ શકે. રિલાયન્સ જિયો પણ એક એવી પ્રાઈવેટ ટેલિકોમ કંપની છે જેણે ખુબ ઓછા સમયમાં લોકોનો વિશ્વાસ જીતી લીધો અને દેશની નંબર વન કંપની પણ બની ગઈ. આજે અમે જિયોના એક એવા જ ઈમરજન્સી પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થશે.
નવી દિલ્હી: આજના સમયમાં તમામ કંપનીઓ અનેક એવા પ્લાન લઈને આવે છે જેનાથી તેમના યૂઝર્સને વધુમાં વધુ ફાયદો થઈ શકે. રિલાયન્સ જિયો પણ એક એવી પ્રાઈવેટ ટેલિકોમ કંપની છે જેણે ખુબ ઓછા સમયમાં લોકોનો વિશ્વાસ જીતી લીધો અને દેશની નંબર વન કંપની પણ બની ગઈ. આજે અમે જિયોના એક એવા જ ઈમરજન્સી પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થશે.
જરૂર પડ્યે તરત મેળવો ઈન્ટરનેટ
જિયોનો ઈમરજન્સી ડેટા પ્લાન એક એવો પ્લાન છે જેની મદદથી તમે તરત જ એક રૂપિયો પણ ખર્ચ્યા વગર ડેટા રિચાર્જ કરી શકો છો. જો તમે કોઈ એવી જગ્યા પર હોવ કે જ્યાં પૈસા ખર્ચ કરવા કે પછી રિચાર્જ કરવું મુશ્કેલ બને તો તમે જિયો એપ પર જઈને આ ઈમરજન્સી પ્લાનને એક્ટિવેટ કરી શકો છો અને પૈસા આપ્યા વગર તમને ઈન્ટરનેટ મળી જશે. તેની ચૂકવણી તમે બાદમાં કરી શકો છો.
જિયોનો 'રિચાર્જ નાઉ એન્ડ પે લેટર' ઈમરજન્સી પ્લાન
જિયોની મોબાઈલ એપ પર જઈને તમે ઈમરજન્સી ડેટા પ્લાનને સિલેક્ટ કરીને 1જીબી ડેટા લઈ શકો છો અને તમારે તેની કોઈ ચૂકવણી પણ નહીં કરવી પડે. આ જિયોના ઈમરજન્સી ડેટા પ્લાનનું એક પ્રમુખ ફીચર છે. જેનાથી તમે તમારી જરૂરિયાત પ્રમાણએ રિચાર્જ કરી શકશો અને પેમેન્ટ તમે બાદમાં કરી શકશો. એક પ્રકારે જિયો આ પ્લાનના માધ્યમથી તમને લોન પર ડેટા આપે છે.
Anupama Upcoming 5 Twists: મોટો ટ્વિસ્ટ, ઘરમાં આ કપલના થશે છૂટાછેડા!, કાવ્યાનું ખૂંખાર રૂપ જોવા મળશે
પ્લાનની કિંમત
આ પ્લાનમાં તમને 11 રૂપિયામાં એક જીબી ડેટા મળશે અને જો તમારે 5જીબી ઈન્ટરનેટ જોઈએ તો એપ પર જઈને તમારે ઈમરજન્સી ડેટા પ્લાનને કુલ પાંચવાર એક્ટિવેટ કરવાનું રહેશે. આ પ્રકારે તમે 55 રૂપિયામાં 5જીબી ઈન્ટરનેટ મેળવી શકશો અને તમે તેની ચૂકવણી જ્યારે ઈચ્છો ત્યારે કરી શકો છો. જિયો તેના ગ્રાહકો માટે કોઈ સમયમર્યાદા રાખતું નથી કે તમારે આ પ્લાનના પૈસા આ સમયગાળામાં જ ચૂકવવા પડે. કંપની તરફથી રિમાઈન્ડર મેસેજ જરૂર આવે છે પરંતુ કોઈ નિર્ધારિત સમય મર્યાદા રહેતી નથી, તમે જ્યારે ઈચ્છો ત્યારે આ પ્લાનમાં ઉપયોગમાં લીધેલા ઈન્ટરનેટના પૈસા આપી શકો છો.
રસોડામાં આ 4 વસ્તુ ક્યારેય ખતમ થવી ન જોઈએ, નહીં તો આર્થિક સંકટથી ઘેરાઈ જશો!
આ રીતે ઉઠાવો પ્લાનનો ફાયદો
આ પ્લાનનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા તમે તમારા ફોન પર માય જિયો એપને ડાઉનલોડ કરો. ત્યારબાદ ફરી આ એપ ખોલો. આ એપ ખોલતા જ તમારી સ્ક્રિનની ડાબી બાજુ, સૌથી ઉપર મેનૂનું ઓપ્શન જોવા મળશે. મેનૂ પર ક્લિક કરો અને મોબાઈલ સર્વિસિઝમાં જઈને ઈમરજન્સી ડેટા પ્લાન સિલેક્ટ કરો. ત્યારબાદ પ્રોસિડ પર ક્લિક કરો અને ગેટ ઈમરજન્સી ડેટાના ઓપર્શન પર ક્લિક કરી પ્લાન એક્ટિવ કરો.
આ પ્રકારે તમે આરામથી ક્યાંય પણ બેસીને 5જીબી સુધીનો ડેટા મેળવી શકો છો. જેનું પેમેન્ટ તે જ સમયે ચૂકવવું જરૂરી નથી. તેની માન્યતા તમારા વર્તમાન પેકની માન્યતા બરાબર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube