નવી દિલ્હીઃ ઓપ્પો  (Oppo) એ દેશની નંબર-1 ટેલિકોમ ઓપરેટર જીયોની સાથે મળીને એક્સક્લુઝિવ કસ્ટમર બેનિફિટ્સ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ હેઠળ Oppo A15 ના 3GB રેમવાળા મોડલને જીયો માટે કસ્ટમાઇઝ્ડ કરવામાં આવ્યું છે. ઓપ્પોનો આ સ્માર્ટફોન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્રિપલ કેમેરા સેટઅપ, 16.55 સેન્ટીમીટરની  HD+ સ્ક્રીન અનેસ્ટાયલિશ 3D કર્વ્ડ ડિઝાઇનની સાથે આવ્યો છે. ઓપ્પો A15 નો 3GB રેમવાળું મોડલ ગ્રાહકોને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પ્રાઇઝ પર ઉપલબ્ધ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio એક્સક્લુઝિવ ઓફર હેઠળ ગ્રાહકોને ફાયદા
ઓફર હેઠળ Oppo A15 3 જીબી રેમ સાથે 999 રૂપિયાના પ્રાઇઝ સપોર્ટ બાદ 9991 રૂપિયામાં મળશે. આ ફોનની કિંમત 10990 રૂપિયા છે. આ સિવાય ફોન પર છ મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈનો ફાયદો મળી રહ્યો છે. સાથે ગ્રાહકોને 7 હજાક રૂપિયાના એડિશનલ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. આ ઓફર જીયોના બધા નવા અને જૂના ગ્રાહકો માટે છે. 


આ પણ વાંચોઃ 39 રૂપિયાથી 98 રૂપિયા સુધીના Jio રિચાર્જ પ્લાન, દરરોજ 1.5GB સુધી ડેટા


2 કલર ઓપ્શનમાં આવી રહ્યો છે ઓપ્પોનો આ ફોન
Oppo A15 નું 3જીબી રેમવાળુ મોડલ ડાયનામિક બ્લેક અને મિસ્ટ્રી બ્લૂ આ બે કલર વિકલ્પમાં આવી રહ્યું છે. ઓપ્પોના આ સ્માર્ટફોનમાં 6.52 ઇંચની વોટરડ્રોપ આઈ પ્રોટેક્શન સ્ક્રીન આપવામાં આવી છે. આ સ્માર્ટફોન AI બ્રાઇટનેસની સાથે આવે છે. ઓપ્પો A15 માં ફિંગરપ્રિન્ટ સેન્સર અને AI ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યા છે. ફોનના સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. ઓપ્પો A15 સ્માર્ટફોનમાં 4,230mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. 


ફોનમાં છે 13 મેગાપિક્સલનો મેન કેમેરો
Oppo A15 સ્માર્ટફોનમાં મેન કેમેરો 13 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. આ સિવાય ફોનના બેકમાં 2 મેગાપિક્સલને મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનના ફ્રંટમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube