નવી દિલ્હીઃ  Jio તરફથી એક ધાંસૂ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન બાદ કોઈપણ ઓટીટી એપ્સનું અલગથી રિચાર્જ કરાવવું પડશે નહીં. સાથે અનલિમિટેડ ડેટા અને કોલિંગની મજા માફી શકશો. ડેટા અને કોલિંગ પર કોઈ લિમિટ હશે નહીં. તેવામાં યૂઝર્સ 30 દિવસ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગની મજા માણી શકશે. જિયોનો આ પ્લાન 999 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં 14 ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન મળે છે. સાથે ઇન્ટરનેટની સ્પીડ અન્ય પ્લાનથી ફાસ્ટ હોય છે. આવો આ પ્લાન વિશે વિસ્તારથી જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio 999 રૂપિયાનો પ્લાન
જિયોના 999 રૂપિયાના પ્લાનમાં 30 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવે છે. નોંધનીય છે કે આ એક બ્રોડબેન્ડ ફાઇબર પ્લાન છે. જો કોલિંગની વાત કરવામાં આવે તો આ પ્લાનમાં કોઈ લોકલ કે એસટીડી નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા મળે છે. સાથે ઈન્ટરનેટ ઉપયોગ કરવા માટે અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનની ઈન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો પ્લાનમાં  150 mbps ની અપલોડિંગ સ્પીડની સાથે 150 mbps ડાઉનલોડિંગ સ્પીડ આપવામાં આવી રહી છે. તેવામાં યૂઝર્સને 999 રૂપિયામાં 14 ફ્રી ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન અને તેને ચલાવવા માટે અનલિમિટેડ ડેટાની સુવિધા મળી રહે છે. 


આ પણ વાંચો- Smartphone ચાર્જિંગ સમયે કરેલી આ ભૂલ બેટરીને માંદી પાડશે, અપનાવો આ ટિપ્સ


આ ઓટીટી એપ્સનું મળે છે ફ્રી સબ્સક્રિપ્શન
આ પ્લાનમાં Prime Video, Disney+ Hotstar, Voot Select, Sony Liv, Zee5, Voot Kits, Sun NXT, Hoichoi, Universal+ Lionsgate play, Discovery+, JioCinema, ShemarooMe, Eros Now, ALT Balaji, JioSaavn નું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવે છે. પરંતુ આ પ્લાનમાં પ્રાઇમ વીડિયોનું સબ્સક્રિપ્શન એક વર્ષ માટે મળે છે. બાકી ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન 30 દિવસ માટે હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube