Jio GigaFiber યૂજર્સ માટે મોટી જાહેરાત, રિલીઝના દિવસે જ ઘરે બેસીને જોઇ શકશો મૂવી
રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 42મી એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ ઘણી આકર્ષક જાહેરાતો કરી છે. આ દરમિયાન અંબાણીએ જણાવ્યું કે ગત વર્ષમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ સૌથી વધુ નફો કરનાર કંપની રહી છે. તેમણે જણાવ્યું કે રિલાયન્સ જિયોના સબ્સક્રાઇબર્સ 34 કરોડથી પાર થઇ ગયા છે.
નવી દિલ્હી/ મુંબઇ: રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 42મી એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ ઘણી આકર્ષક જાહેરાતો કરી છે. આ દરમિયાન અંબાણીએ જણાવ્યું કે ગત વર્ષમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ સૌથી વધુ નફો કરનાર કંપની રહી છે. તેમણે જણાવ્યું કે રિલાયન્સ જિયોના સબ્સક્રાઇબર્સ 34 કરોડથી પાર થઇ ગયા છે. આરઆઇએલ દેશની સૌથી મોટી ટેક્સપેયર કંપની બની ગઇ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2020 સુધી 5 લાખ ડોલરની ઇકોનોમી બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. મને આશા છે કે ભારત આ લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લેશે.
Jio Fiber Customersને મફતમાં મળશે LED TV, જાણો 10 મહત્વની જાહેરાત
1600 શહેરોમાં 2 કરોડ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન
આ દરમિયાન મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ગીગાફાઇબર સર્વિસ કોમર્શિયલ આધાર પર 5 સપ્ટેમ્બર 2019 ના રોજ લોન્ચ થઇ જશે. હાલમાં જિયોની ત્રીજી વર્ષગાંઠ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે અમે 1600 શહેરોમાં 2 કરોડ લોકો સુધી પહોંચવાનો પ્લાન કરી રહ્યા છે. જિયો ગીગાફાઇબરનો પ્લાન 700 રૂપિયાથી શરૂ થશે અને આ 10000 રૂપિયા સુધી હશે. યૂજર પોતાની જરૂરિયાત અનુસાર પ્લાન સિલેક્ટ કરી શકે છે. ગ્રાહકોને ફક્ત એક જ સર્વિસ વોઇસ અથવા ડેટા માટે ચૂકવણી કરવી પડશે.
5 સપ્ટેમ્બરે લોન્ચ થશે Jio GigaFiber, 5 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા
100 mbps ની સ્પીડ શરૂ થશે બેસિક પ્લાન
એજીએમમાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ગીગાફાઇબર પ્લાન બેસિક પ્લાન 100 mbps ની સ્પીડથી શરૂ થશે અને આ 1 Gbps સુધી હશે. સાથે જ પ્રીમિયમ જિયો ગીગાફાઇબર ગ્રાહકોને કંપની દ્વારા રિલીઝના દિવસે જ મૂવી જોવાની સુવિધા આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે પ્રીમિયમ જિયો ગીગાફાઇબર યૂજર્સ ઘરમાં તે દિવસે જ મૂવી જોઇ શકશે જે દિવસે થિયેટરમાં રિલીઝ થશે. આ સર્વિસને કંપની દ્વારા વર્ષ 2020ના મિડમાં લોન્ચ કરવામાં આવશે.
આ અવસર પર આકાશ અંબાણી અને ઇશા અંબાણીએ કેબલ ટીવી માટે જિયો સેટટોપ બોક્સની જાહેરાત કરી. જિયો સેટટોપ બોક્સ ગેમિંગને સપોર્ટ કરશે. જિયો સેટટોપ બોક્સ દ્વારા તમે વીડિયો કોંફ્રેસિંગ પણ કરી શકશો, જિયો ફાઇબરના ટેરિફ ચાર આધાર પર નક્કી કરવામાં આવશે.