નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને એક જબરદસ્ત પ્લાન આવી રહ્યું છે, જે યૂઝર્સ માટે ખુબ કામનો સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં યૂઝર્સને 25 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે અને તે પણ કોઈ લિમિટ વગર. તમે તમારી મરજી પ્રમાણે તેનો ઉપયોગ કરી શકો છો. આ ફ્રીડમ પ્લાન છે. તેની કિંમત 300 રૂપિયાથી પણ ઓછો છે. તેમાં તમને ડેટા સિવાય અન્ય બેનિફિટ્સ પણ મળશે. જાણો તેની વિગત..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો ખુબ સસ્તો પ્લાન
તેની કિંમત 296 રૂપિયા છે. તેમાં યૂઝર્સને 25જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે, તે પણ કોઈ લિમિટ વગર. તેની વેલિડિટી 30 દિવસની છે. તમે 30 દિવસની અંદર 25 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. સાથે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડની સુવિધા ફ્રી આપવામાં આવી રહી છે. 


આ પણ વાંચોઃ Samsung Galaxy S22 સિરીઝના ત્રણ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


આ કિંમતમાં બીજી કંપનીઓ આપી રહી છે ઓફર
એરટેલ 299 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. તેમાં 1.5 જીબી ડેટા દરરોજ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે ત્યારબાદ સ્પીડ ઘટી જાય છે. તો કોલિંગ અને એસએમએસ જેવા લાભ પણ કંપની આપી રહી છે. વીઆઈની વાત કરીએ તો તેમાં 1.5 જીબી ડેટા દરરોજ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્લાનમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે, ત્યારબાદ સ્પીડમાં ઘટાડો થાય છે. તો કોલિંગ, એસએમએસ જેવા બેનિફિટ્સ પણ કંપની આપી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube