Jio: એક વર્ષ સુધી દરરોજ 3જીબી ડેટાની મજા, જીયોના આ પ્લાનમાં ગ્રાહકોને મળશે ખાસ ફાયદો
આજે અમે તમને રિલાયન્સ જીયોના દરરોજ 3 જીબી ડેટાવાળા સૌથી સસ્તા પ્લાન (Jio cheapest 3GB per day plan) વિશે માહિતી આપીશું. આ પ્લાનમાં ગ્રાહકોને 1 જીબી ડેટા માટે માત્ર 3.19 રૂપિયા ખર્ચ કરવા પડે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના ગ્રાહકોને અલગ-અલગ ડેટા લિમિટવાળા અનેક પ્લાન ઓફર કરે છે. જે ગ્રાહકોને ઓછો ડેટા જોઈએ તેના માટે દરરોજ 1 જીબી અને 1.5 જીબી ડેટાવાળો પ્લાન છે. જેને વધુ ડેટાની જરૂર છે તેના માટે દરરોજ 3 જીબી ડેટાવાળા પ્લાનની ઓફર કરવામાં આવી રહી છે. આજે અમે તમને રિલાયન્સ જીયોના દરરોજ 3 જીબી ડેટાવાળા સૌથી સસ્તા પ્લાન (Jio cheapest 3GB per day plan) વિશે માહિતી આપીશું. આ પ્લાનમાં ગ્રાહકોને 1 જીબી ડેટા માટે માત્ર 3.19 રૂપિયા ખર્ચ કરવા પડે છે.
Jio નો 3499 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જીયોના આ પ્લાનને થોડા દિવસ પહેલા લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ 1095 જીબી ડેટા મળે છે. 3499ને 1095 સાથે ભાંગાકાર કરતા 1 જીબી ડેટાની કિંમત 3.19 રૂપિયા આવે છે. આ કિંમત જીયોના બાકી 3 જીબી ડેટાવાળા પ્લાનમાં સૌથી ઓછી છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં અનલિમિડેટ કોલિંગ, 100 એસએમએસ અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ Xiaomi જલદી ભારતમાં લોન્ચ કરશે Mi 11 Lite NE, ફોનમાં મળશે આકર્ષક ફીચર્સ અને ખાસ સુવિધા
જીયોના 3 જીબી ડેટાવાળા અન્ય પ્લાન
મહત્વનું છે કે રિલાયન્સ જીયો દરરોજ 3જીબી ડેટાવાળા ત્રણ અન્ય પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની કિંમત 349 રૂપિયા, 401 રૂપિયા અને 999 રૂપિયા છે. 349 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. જેમાં અનલિમિડેટ કોલિંગ, 100 એસએમએસ અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં 1 જીબી ડેટાની કિંમત 4.15 રૂપિયા થાય છે.
401 રૂપિયાના પ્લાનમાં પણ બધી સુવિધા 349 રૂપિયાવાળા પ્લાન જેવી છે. બસ તેમાં Disney + Hotstar નું ફ્રી સબ્સક્રિપ્શન અને છ જીબી વધારાનો ડેટા મળે છે. આ પ્લાનમાં 1 જીબી ડેટાની કિંમત 4.45 રૂપિયાવ થાય છે. સૌથી છેલ્લો પ્લાન 999 રૂપિયાનો છે, જેમાં 84 દિવસ માટે કુલ 252 જીબી ડેટા, અનલિમિડેટ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં 1 જીબી ડેટાની કિંમત 3.96 રૂપિયા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube