Jio 5G Phone: Jio ભારતમાં ગંગા નામથી એક સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લઈને આવી રહ્યો છે. હકીકતમાં કંપનીએ આ સ્માર્ટફોનનું અસલી નામ જણાવ્યું નથી પરંતુ તેને ગંગા કોડ નેમથી સંબોધિત કરવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોન માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે માર્કેટમાં જેટલા પણ 5જી સ્માર્ટફોન છે, તેમાં આ સૌથી સસ્તો છે. જિયો ફોનમાં ફીચર્સની ભરમાર જોવા મળશે જે તેની સૌથી મોટી ખાસિયત છે. જો તમે પણ આ ફોનની રાહ જોઈ રહ્યાં છો તો તેની કેટલીક ખાસિયતો જાણી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ ખાસિયતોથી હશે લેસ
Jio Ganga‌ માર્કેટમાં આવતા પહેલા ધૂમ મચાવી રહ્યો છે અને એવું એટલા માટે કારણ કે કંપની ગ્રાહકોને સૌથી સસ્તો 5જી ફોન ઓફર કરવાનું છે. માર્કેટમાં જેટલા પણ 5જી સ્માર્ટફોન છે તેની કિંમત વધારે છે. પરંતુ તેમ માનવામાં આવી રહ્યું છે કે જિયો 6 હજારથી લઈને 7 હજાર વચ્ચે પોતાનો 5જી ફોન લોન્ચ કરી શકે છે. ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2022માં તેની જાણકારી સામે આવી છે અને હવે તે ચર્ચાનો વિષય બની છે. 


આ પણ વાંચોઃ સ્માર્ટફોનમાં હવે નહી લાગે Sim-Card! યૂઝર્સને પડી જશે મજા, નહી પડે સિમની જરૂર


તેનો મોડલ નંબર  LS1654QB5 છે. તેનું કોડ નેમ ગંગા છે. રિલાયન્સ જિયો LYF ની સાથે આ 5જી સ્માર્ટફોનને લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD + LCD ડિસ્પ્લેની સાથે 60Hz નો રિફ્રેશ રેટ અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 ચિપસેટ જોવા મળી શકે છે. આ સસ્તા ફોનમાં 12 મેગાપિક્સલનો મેન કેમેરો અને 2 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરો આપવામાં આવી શકે છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં 5,000 mAh ની બેટરી સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે. આ સ્માર્ટફોનનો લુક સ્ટાઇલિશ હશે, જેથી યુવાઓને પણ ફોન પસંદ આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube