Jio GigaFiber બ્રોડબેંડ સર્વિસ સૌપ્રથમ આ શહેરોમાં થશે ચાલુ: રિપોર્ટ
જીયો દ્વારા ઓનલાઇન એપ્લીકેશન મંગાવવામાં આવી હતી,જે શહેરમાં વધારે એપ્લીકેશન મળશે ત્યાં પહેલા સર્વિસ ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી
નવી દિલ્હી : Jio Giga Fiber બ્રોડબેંડની જાહેરાત આ વર્ષે જુલાઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં વર્ષમાં સામાન્ય બેઠકમાં કરવામાં આવ્યું. જો કે અત્યાર સુધી જિયો ગીગાફાઇબર FTTH નેટવર્કને સામાન્ય લોકો માટે રોલ આઉટ નથી કરવામાં આવ્યું અને તે પણ બીટા ફેઝમાં છે. લાંબા સમયથી આ સર્વિસની રાહ જોવામાં આવી રહી છે. હવે સમાચાર છે કે તે શહેરોનાં નામ સામે આવી ગયા છે, જ્યાં સૌથી પહેલા આ સર્વિસ ચાલુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીએ ઓગષ્ટમાં જિયો બ્રોડબેંડ માટે Jio.Com રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યા અને તે સમયે કંપનીએ કહ્યું હતું કે જે એરિયામાં સૌથી વધારે રજિસ્ટ્રેશન મળશે. ત્યાંસૌથી પહેલા સર્વિસની શરૂઆત ચાલુ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તે પણ ખુલાસો થઇ ચુક્યો છે કે નવા જિયો ગીગાફાઇબર કનેક્શનની સાતે 100 Mbps સ્પીડ પર 100 જીબી ડેટા દર મહિને મળશે. જિયો ગીગાફાઇબર પ્રિવ્યુ ઓફર હેઠળ યુઝર્સને જિયો ગીગા ફાઇબર અને જિયો ગીગા ટીવી રાઉટર માટે 4,50 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જે શહેરોની યાદી સામે આવી છે, તેઓ અધિકારી નથી. જિયોએ અત્યાર સુધી જિયો ગીગાફાઇબરને સૌથી પહેલા મેળવનારા શહેરોનાં નામ મુદ્દે કોઇ માહિતી નથી આપી. જો કે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌથી પહેલા જિયોની સેવા મેળવનારા શહેરોનાં નામ સામે આવી ચુક્યા છે. તે શહેરોમાં બેંગ્લુરૂ, રાંચી, પુણે, ઇંદોર, થાણે, ભોપાલ, લખનઉ, કાનપુર, પટના, અલ્હાબાદ, રાયપુર, નાગપુર, ગાઝિયાબાદ, લુધિયાણા, મદુરાઇ, નાસિક, ફરીદાબાદ, કોયમ્બતુર, ગુવાહાટી, આગરા, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, ચંડીગઢ, જોધપુર, કોટા અને સોલાપુરનાં નામ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિયો ગીગા ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ આ શહેરોમાં આવવા અંગે રિલાયન્સ જિયોનું કોઇ નિવેદન સામે નથી આવ્યું. કંપનીની તરફથી કોઇ પણ નિવેદન આવવા અંગે પોતાનાં આર્ટિકલને અપડેટ કરીશું. હાલ તો પ્રાથમિક તબક્કે આ જ શહેરોમાં સર્વિસ ચાલુ થાય તેવી શક્યતાઓ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.