રિલાયન્સ જિયોની વાર્ષિક બેઠક 12 ઓગસ્ટના રોજ, થશે આ મોટી જાહેરાતો
રિલાયન્સ ઇંડસ્ટ્રી લિમિટેડ (RIL) દ્વારા સોમવારે એટલે કે 12 ઓગસ્ટના રોજ 42મી એનુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2019) નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ દરમિયાન કંપની ઘણી મોટી જાહેરાતો કરી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રિલાયન્સ જિયોની આ બેઠકમાં કોમર્શિયલ Jio GigaFiber સર્વિસ સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી શકે છે. આ સાથે જ કંપની પોતાના નેકસ્ટ જનરેશન Jio Phone પર લોન્ચ કરી શકે છે.
નવી દિલ્હી: રિલાયન્સ ઇંડસ્ટ્રી લિમિટેડ (RIL) દ્વારા સોમવારે એટલે કે 12 ઓગસ્ટના રોજ 42મી એનુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2019) નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ દરમિયાન કંપની ઘણી મોટી જાહેરાતો કરી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રિલાયન્સ જિયોની આ બેઠકમાં કોમર્શિયલ Jio GigaFiber સર્વિસ સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી શકે છે. આ સાથે જ કંપની પોતાના નેકસ્ટ જનરેશન Jio Phone પર લોન્ચ કરી શકે છે.
સમાચારોનું માનીએ તો કંપની પોતાના આગામી ફોનને જિયો ફોન 3 (Jio Phone 3) નામથી લોન્ચ કરશે. જોકે આ વિશે કંપની દ્વારા કોઇ જાણકારી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બે એજીએમમાં કંપનીએ પોતાના જિયો ફોનની જાહેરાત કરી છે. જેને જોતાં આ વખતે પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિલાયન્સ એજીએમ (AGM) ની શરૂઆત 11 વાગે થશે.
Reliance jio એ ગત વર્ષે સામાન્ય બેઠક દરમિયાન જિયો ગીગાફાઇબરની જાહેરાત કરી હતી જોકે બ્રોડબેંડ સર્વિસને હજુ સુધી સંપૂર્ણપણે રોલઆઉટ શરૂ કરવાની બાકી છે. જોકે કંપનીએ કેટલાક શહેરોમાં જિયો ગીગાફાઇબરનો વિસ્તાર કરવાનું શરૂ કરી દીધી છે. 12 ઓગસ્ટના રોજ આયોજિત વાર્ષિક સામાન્ય બેઠકમાં આશા વ્યક્ત કરી હતી કે કંપની તેના વિસ્તાર વિશે પોતાની યોજના પરથી પડદો ઉઠાવી શકે છે.
આ ઉપરાંત જિયો ગીગાફાઇબર પ્લાન વિશે પણ કેટલીક જાણકારી પુરી પાડી શકે છે કારણ કે કારણ કે અત્યારે પ્રીવ્યૂ ગ્રાહકને સર્વિસનો ઉપયોગ કરવા માટે કોઇ પણ ફી ચાર્જ કરવામાં આવતી નથી.
રિલાયન્સે ગત વર્સઃએ જિયો ફોનને એક સ્ટેપ આગળ વધારતાં Qwerty કીપેડવાળો ફીચર ફોન લોન્ચ કર્યો હતો. જિયો ફોન 2માં 2.4 ઇંચની ડિસ્પ્લે, 2 મેગાપિક્સલનો રિયર કેમેરા, ફ્રંટ વીજીએ કેમેરા અને 2000 એમએચએની બેટરી મળે છે. આ ફોન કાઇઓએસ પર કામ કરે છે. પરંતુ જિયો ફોન 2ને એટલો રિસ્પોન્સ ન મળ્યો, જેટલો જિયો ફોન 1 ને મળ્યો હતો.
Jio GigaFiber પ્લાનની થઇ શકે છે જાહેરાત
આ સાથે જ બેઠકમાં ગીગાફાઇબરના પ્લાનની જાહેરાત કરી શકે છે. હાલ પ્રીવ્યૂ ઓફર હેઠળ કેટલાક યૂજર્સ આ સેવાને ફ્રીમાં ઉપયોગ કરી રહ્યા છે. પ્રીવ્યૂ કંઝ્યૂમર્સને અત્યારે એક રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે, જે 4500 રૂપિયા અથવા 2500 રૂપિયા છે.
કેટલી હોઇ શકે છે કિંમત
રિપોર્ટ્સ અનુસાર જિયો 600 રૂપિયાનો કોમ્બો પ્લાન લોન્ચ કરી શકે છે, જેમાં બ્રોડબેન્ડ, લેન્ડલાઇટ અને આઇપીટીવી સેવા સામેલ હશે. જિયો ટ્રિપલ પ્લે પ્લાન લીક થઇ ચૂક્યો છે, જેમાં અનલિમિટેડ વોઇસ અને ડેટા, જિયો હોમ આઇપીટીવી સેવા અને બધા જીયો એપના એક્સેસ સામેલ હશે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણ પ્લાન જાહેર કરી શકે છે.
પહેલાં સૌથી સસ્તો પ્લાન હશે, જેમાં યૂજર્સને 100 એમબીપીએસની સ્પીડથી ડેટા મળશે, બીજા પ્લાનમાં આઇપીટીવીની સુવિધા સામેલ હશે અને ત્રીજા પ્લાનમાં બ્રોડબ્રેંડ, આઇપીટીવી અને સ્માર્ટ હોમ સેવા સામેલ હશે. આ પ્લાન્સની કિંમત 500 રૂપિયાથી 1000 રૂપિયા સુધી હશે.