Jio Plan: Jio એ લોન્ચ કર્યા 5 ધાંસુ રીચાર્જ પ્લાન, 84 દિવસની વેલિડિટી, 2 જીબી ડેટા સાથે મળશે ઘણું બધું
Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ મ્યુઝિક લવર્સને ફાયદો કરાવે તેવા પાંચ પ્રિપેડ પ્લાન્ટ લોન્ચ કર્યા છે. આ નવા પ્લાન ની કિંમત 269 રૂપિયાથી શરૂ થાય છે જે 789 રૂપિયા સુધીના છે. આ પ્લાનમાં 84 દિવસની વેલીડીટી અને 2જીબી ડેઇલી ડેટા મળે છે.
Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ મ્યુઝિક લવર્સને ફાયદો કરાવે તેવા પાંચ પ્રિપેડ પ્લાન્ટ લોન્ચ કર્યા છે. આ નવા પ્લાન ની કિંમત 269 રૂપિયાથી શરૂ થાય છે જે 789 રૂપિયા સુધીના છે. આ પ્લાનમાં 84 દિવસની વેલીડીટી અને 2જીબી ડેઇલી ડેટા મળે છે. સાથે જ જિયો સાવન પ્રો સબસ્ક્રિપ્શન ગ્રાહકોને મળશે જેમાં તેઓ અનલિમિટેડ જિયો ટ્યુન્સ, અનલિમિટેડ ડેટા, કોલિંગ અને હાઈ ક્વોલિટી ઓડિયો બ્રેક વિના સાંભળી શકશે. જોકે તમે જિયો સાવનનું સબસ્ક્રીપ્શન અલગથી લેવા માંગો છો તો તેના માટે દર મહિને 99 રૂપિયા ખર્ચવા પડશે.
જિયો પ્રીપેડ રિચાર્જ પ્લાન
269 રિચાર્જ પ્લાન- આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે 1.2 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કોલ્સ મળશે.
529 રિચાર્જ પ્લાન- આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે અને તેમાં 1.5 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કોલ્સ મળશે.
589 રિચાર્જ પ્લાન- આ પ્લાનની વેલિડિટી પણ 56 દિવસની છે જેમાં 2 જીબી ડેઈલી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કોલ્સ મળશે.
739 રિચાર્જ પ્લાન- આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. જેમાં 2 જીબી ડેઈલી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કોલ્સ મળશે.
789 રિચાર્જ પ્લાન- આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. જેમાં 2 જીબી ડેઈલી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કોલ્સ મળશે.
આ બધા જ પ્લાનમાં જિયો સાવન પ્રો, જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યુરિટી અને જિયો ક્લાઉડનું સબસ્ક્રીપશન ફ્રી મળે છે. આ રિચાર્જ પ્લાન કર્યા પછી યુઝરે જિયો સાવન એપ ડાઉનલોડ કરીને સાઈન અપ કરવી પડશે. ત્યાર પછી તેઓ આરામથી તેમના ફેવરિટ મ્યુઝિકની મજા માણી શકે છે.
જિયો સાવન એક્ટિવ આ રીતે કરો
માય જિયો, જિયો ડોટ કોમ, ટીપીએ અથવા જિયો સ્ટોરમાંથી જિયો સાવન બંડલ પ્લાન રિચાર્જ કરો.
જિયો સાવન એપ તે જ મોબાઈન નંબરથી ડાઉનલોડ અને સાઈન અપ કરો જેના પર રિચાર્જ કર્યું હતું.
ત્યારબાદ જિયો સાવન પ્રોનો આનંદ ઉઠાવો.